વડોદરા: વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર મેડીકલ પેરા મેડીકલ અને હેલ્થ વર્કર્સને આપ્યો હતો. જેમના 28 દિવસ પૂરા થતા હોય બીજો ડોઝ આપવાની 11 સેન્ટર પરથી શરૂઆત કરવામાં આવી છે.
વડોદરા મહાનગર પાિલકાએ તા. 16 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ અને હેલ્થ વર્કરોને કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપ્યો હતો. જેમાં પ્રથમ દિવસે છ સ્થળે 600ને રસી આપવામાં આવી હતી.
આ ડોઝ લીધા પછી બીજો ડોઝ 28 દિવસ પછી આપવાનો થતો હોઈ આરોગ્ય વિભાગે 11 સેન્ટર પર બીજો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. સામાન્ય રીતે રસીને બીજો ડોઝ દોઢ બે મહીનામાં ગમે ત્યારે લઈ શકાય તેમ હોય લોકો તેમના અનુકુળ સમયે બીજો ડોઝ લઈ રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર પાલિકાએ મેડીકલ પેરામેડીકલ અને હેલ્થવર્કરોનો 17117ની નોંધણી કરવામાં આવી હતી. આગામી તારીખ 9 સુધીમાં 18142 લોકોને ઉપરાંત 7606 ફ્રન્ટલાઈન વર્કર્સને રસી આપવામાં આવી છે.
જેમના 28 દિવસ પૂરા થતા હોય બીજો ડોઝ આપવાની 11 સેન્ટર પરથી શરૂઆત કરાશે. આમ અત્યાર સુધી 25748 લોકોને કોરોના વેકસીન આપવામાં આવી છે. અને બીજો ડોઝ સાથે નવો રસીનો જથ્થો ટુંક સમયમાં આવે તેવી શકયતા છે.