National

તમે ભલે બે-ત્રણ ટ્રિલિયન ડૉલરની કંપની પણ લોકો માટે નાણાં કરતા પ્રાઇવસી કિમતી: વૉટ્સએપને સુપ્રીમની નોટિસ

તમે ભલે બે-ત્રણ ટ્રિલિયન ડૉલરની કંપની હશો પણ લોકો નાણાં કરતા એમની પ્રાઇવસીને વધારે કિમતી માને છે એમ સુપ્રીમ કૉર્ટે આજે વ્હૉટ્સેપને કહ્યું હતું અને ફેસબુક-અન્યો સાથે યુઝર્સનો ડેટા શૅર કરવા એની નવી નીતિને પડકારતી નવી અરજી પર કંપનીનો જવાબ માગ્યો હતો. ચાર સપ્તાહમાં જવાબની નોટિસ પાઠવતા અદાલતે કહ્યું કે નાગરિકોનનાગરિકોની પ્રાઇવસીની રક્ષા કરવાની ન્યાયતંત્રની ફરજ છે. અદાલતે કેન્દ્રને પણ ચાર સપ્તાહમાં જવાબ આપવા કહ્યું છે. અરજીમાં આક્ષેપ થયો કે યુરોપિયન યુઝર્સની સરખામણીમાં વૉટ્સએપે ભારતીય યુઝર્સ માટે પ્રાઇવસીના નીચા ધારાધોરણ રાખ્યા છે. વૉટ્સેપે જો કે કહ્યું કે યુરોપમાં વિશેષ કાયદો છે અને ભારતમાં સંસદ કાયદો બનાવે તો એ એને અનુસરશે.

વોટ્સએપે આ વર્ષે જાન્યુઆરીમાં નવી ગોપનીયતા નીતિ જારી કરી હતી, જે મુજબ ઉપભોક્તા આ નીતિ માટે હામી નહીં આપે ત્યાં સુધી તેમાં એન્ટર કરી શકાય નહીં તેવું ઇન્ટરફેસ રાખવામાં આવ્યું હતું. જેનાથી ઘણા લોકોને પોતાની પર્સનલ ઇન્ફો માટે વાંધો હતો, જો કે ઘણી ફરિયાદોના કારણે આ કેસ આખરે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જેના કારણે ઘણો વિવાદ પણ સર્જાયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી છે. હવે આ કેસની સુનાવણી કરતાં કોર્ટે ફેસબુક અને વોટ્સએપ પાસેથી જવાબ માંગ્યા છે. અને હવે આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી થશે.

ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કરમણ્યસિંહ સરીનની વચગાળાની અરજી પર સરકાર અને ફેસબુકની માલિકીની વોટ્સએપને નોટિસ ફટકારી છે. આ સૂચના બાકી રહેલી 2017 પિટિશનમાં દાખલ કરેલી વચગાળાની અરજી પર જારી કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લોકો કંપની કરતાં તેમની ગુપ્તતાને વધારે મૂલ્ય આપે છે, પછી ભલે તે કંપનીની એક ટ્રિલિયન રૂપિયાની હોય. વોટ્સએપે ટોચની અદાલતને જણાવ્યું હતું કે યુરોપમાં ગોપનીયતા અંગે વિશેષ કાયદો છે, જો ભારતમાં સમાન કાયદો હોય તો તે તેનું પાલન કરશે.

મહત્વની વાત છે કે આ કેસ 2016થી કોર્ટમાં ચાલી રહ્યો છે. કર્મણ્યા સિંહ સરીને 2016 માં સુપ્રીમ કોર્ટમાં વોટ્સએપની ગોપનીયતા નીતિ વિરુદ્ધ અરજી કરી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વોટ્સએપ ફેસબુક પર આવ્યો ત્યારથી જ ફેસબુક સાથે વોટ્સએપ વપરાશકારોનો ડેટા શેર કરવામાં આવી રહ્યો છે. જે ઉપભોક્તાની ગોપનીયતાના મુદ્દે ગંભીરતા માંગી લે છે, વોટ્સએપ તો બાદમાં આવ્યું પણ ફેસબુક પહેલાથી જ આ વાત માટે વિવાદમાં છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top