પહેલગામ આતંકવાદી હુમલા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં થયેલા જાનહાનિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ મેં રાષ્ટ્રપતિ લોરેન્કો અને અંગોલાનો આભાર વ્યક્ત કર્યો છે. હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્કો સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં આ વાત કહી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે આતંકવાદીઓ અને તેમને ટેકો આપનારાઓ સામે મજબૂત અને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. સરહદપાર આતંકવાદ સામેની અમારી લડાઈમાં અંગોલાના સમર્થન બદલ અમે તેમનો આભાર માન્યો.
અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે. શનિવારે અંગોલાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું, ‘હું રાષ્ટ્રપતિ લોરેન્કો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું.’ આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપે છે પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું, ‘આ વર્ષે, ભારત અને અંગોલા તેમના રાજદ્વારી સંબંધોની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. પણ આપણા સંબંધો એના કરતાં ઘણા જૂના અને ઊંડા છે. જ્યારે અંગોલા સ્વતંત્રતા માટે લડી રહ્યું હતું ત્યારે ભારત પણ સંપૂર્ણ વિશ્વાસ અને મૈત્રીપૂર્ણ સંબંધો સાથે અંગોલાની સાથે ઊભું હતું.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન દરરોજ ભયના છાયામાં જીવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાને હુમલાનો બદલો લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. સેના હવે હુમલાનો સમય અને લક્ષ્ય નક્કી કરવામાં વ્યસ્ત છે. બીજી તરફ ભારતના આ વલણથી પાકિસ્તાનમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. પાકિસ્તાની સેના ગભરાઈ ગઈ છે અને તેના ચીફ જનરલ અસીમ મુનીરની ઊંઘ ઉડી ગઈ છે. પાકિસ્તાની સેનામાં સૈનિકોની ભારે અછત છે, જેના કારણે તેઓ હવે પીઓકેમાં ગ્રામજનોને યુદ્ધ તાલીમ આપી રહ્યા છે.