Charchapatra

તમારી નાની રકમ બીજાને મોટી મદદ કરી શકે

આ સત્ય ઘટના છે. એક ઓફિસમાં પટાવાળાને અચાનક મોઢાનું કેન્સર થયું. ઓપરેશનના અઢીથી ત્રણ લાખ રૂપિયા થતા હતા. પટાવાળાની નોકરીને વધારે સમય થયો નહોતો કે એની પાસે આટલી મોટી બચત હોય. થોડા ઘણા જ રૂપિયા હતા.

હવે કરવું શું? તે દરમ્યાન તેના ઉપરી કર્મચારીને ફાળો ઉઘરાવીને મદદ કરવાનું વિચાર્યું અને તે વિચાર તરત જ અમલમાં મૂકી દીધો. આથી કર્મચારીઓ તરત જ મદદ કરવા તૈયાર થઇ ગયા. તેના ઉપરી કર્મચારીએ પહેલ કરી શરૂઆત કરી દીધી તો જોતજોતામાં સો રૂપિયાથી માંડીને દોઢ લાખ જેવી રકમ ભેગી થઇ ગઇ અને તે પટાવાળાનું કામ નીકળી ગયું.

મતલબ કે સમાજમાં હજીય માનવતા જીવંત છે. પરંતુ દાન કરો તો યોગ્ય વ્યકિતને કરો. ઘણા તો ગુપ્ત દાનને પણ મહત્ત્વ આપે છે. તો વધારે સન્માનનીય છે. બીજું કે સાથી કર્મચારી પૈસા ભેગા કરવાનું બીડું નહિ ઝડપતે તો કદાચ ઘણાને ખબર પણ નહિ પડતે કે આ પટાવાળાને પૈસાની જરૂર છે.

બાકી જેણે આ શરૂઆત કરી તે પણ ધન્યવાદને પાત્ર ગણાય. શાસ્ત્રમાં પણ કહયું છે કે જે કમાણી કરો તો તેમાંથી થોડું અચૂક દાન કરો, પણ યોગ્ય પાત્રને અને નિ:સ્વાર્થ ભાવે.

સુરત     – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top