Shinor

સાધલી ગામના ભેસાસુર દાદાના મંદિરે ભવ્ય ભંડારો યોજાયો

શિનોર:

શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે ભેસાસુર દાદાના મંદિરે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિનોર તાલુકાના સાધલી ગામે અતિ પૌરાણિક ભેસાસુર દાદા નુ મંદિર આવેલું છે સાધલી અને અવાખલ ની વચ્ચે સીમાડા પર ખેતરની વચ્ચોવચ આ મંદિર આવેલું છે. ત્યાં સમસ્ત ગ્રામજનોના સહકારથી લોક ફાળો એકઠો કરી આ ભેસાસુર મંદિરના પટાંગણ અતિ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3,000 થી 4000 ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
ઠાકોર મનુભાઈ કાભઈ ભાઈ, ઠાકોર લાલાભાઇ મનુ ભાઈ,ઠાકોર સુરેશ મામા ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top