ગૌવંશોની કતલની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરતી સંજેલી પોલીસ
ગૌવંશની કતલ કરનાર ખાટકીઓ પર તપાસ કરી સખતમાં સખત કાર્યવાહીની માંગ કરતા પશુ પ્રેમીઓ
બાતમી મળતા પોલીસ દ્વારા રેડ કરતા એક જગ્યાએથી પશુ અવશેષો મળી આવ્યા હતા , ફોરેન્સિક તપાસમાં ગૌમાસના અંશ પુરવાર થતાં વધુ કાર્યવાહી હાથ ધરાઈ
સંજેલી નગરમાં ગત શનિવારે એક પીઠાં નજીક એક ખાલી જગ્યામાં બાંધી રાખેલા ૧૦ ગૌવંશો પકડીને સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. પશુઓના માલિક ના મળતા પોલીસની મદદથી પાંજરાપોળ ખાતે મોકલી દેવાયા હતા. બાતમીને આધારે મળેલા ગૌવંશોથી ૩૦૦ મીટર દુર એકાંત ખાલી જગ્યામાં ખુલ્લામાં ફેંકેલુ કતલ કરેલા પશુના ૧૦ કિલો માંસ જેવા અવશેષો મળી આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા પશુ અવશેષોને ફોરેન્સિક લેબમાં તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે ફોરેન્સીકમાં ગૌવંશ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખાટકીઓમાં દોડધામ મચી છે.જે અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનના ઈન.પીએસઆઇ જે.કે.રાઠોડ ધ્વારા ઇલિયાસ ઉર્ફે અલ્લુ ગુલામભાઈ ગુડાલા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.આ ગુન્હા માં અલ્લુ નું નામ આવતા તે ભૂગર્ભ માં ઉતરી ગયો છે.સંજેલી પોલીસ અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હેગાર ને પકડવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અને ૮૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.