વડોદરા: MSU ના લેટરહેડ જેવો જ બોગસ સર્ક્યુલર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 7 મી તારીખ પહેલા બોયફ્રેન્ડ બનાવી લેવો, એકલી છોકરીઓને પ્રવેશ નહિ આપવામાં આવે. ટીખળખોરોએ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ગરિમા લજવાય તેવા પ્રયાસોને યુનિ. પૂર્વ નેતા દ્વારા વખોડી કાઢવામાં આવ્યો છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ખ્યાતિ દેશ- વિદેશો સુધી ફેલાયેલી છે. દેશના નિર્માણમાં MSU ના પૂર્વ વિદ્યાર્થીઓનો ફાળો રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં MSU માં વિવિધ ડેય્ઝ ની ઉજવણી કરવામાં આવે છે.
જો કે ડેય્ઝ ની ઉજવણી પશ્ચિમના દેશોમાં પ્રચલિત છે. વિવિધ ડેય્ઝ સેલિબ્રેશનની શરૂઆત થાય તે પહેલા જ એક MSU ના લેટરહેડ જેવો જ સર્ક્યુલર વાઇરલ કરવામાં આવ્યો છે. જેમાં વિષય : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે કે, ગર્લ્સે 7 ફેબ્રુઆરી પહેલા બોયફ્રેન્ડ રાખવા જોઈએ.
MSU દ્વારા જારી કરવામાં આવતા સર્ક્યુલરની આબેહૂબ કોપી તૈયાર કરીને તેના જેવો જ બોગસ સર્ક્યુલર તૈયાર કરી શેર કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો હીન પ્રયાસ MSU માટે નુકશાનકારક નીવડી શકે છે. આ પ્રકારની ટીખળને પગલે ભેજાબાજોએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરિમા લજાવવાનો પ્રયાસ કર્યો છે.
તમને જાણ કરવામાં આવે છે કે, 7 ફેબ્રુઆરી સુધીમાં છોકરીઓ પાસે છેલ્લે 1 બોયફ્રેન્ડ હોવો જરૂરી છે. જેનો ઉદ્દેશ્ય તેમની સુરક્ષા છે. એકલી છોકરીને કોલેજ પ્રિમાઇસિસમાં એન્ટ્રી આપવામાં નહીં આવે. ક્લાસમાં આવતા પહેલા ગર્લ્સે બોયફ્રેન્ડ હોવાના પુરાવા આપવા પડશે. પ્રેમ વહેંચો. આ પ્રકારની મજાક ગંભીર છે.
જેને કારણે MSU અને વિદ્યાર્થીઓ વચ્ચે અંતર વધી શકે છે. મજાકમાં પણ આ પ્રકારના મેસેજ બનાવવા અને તેને સર્ક્યુલેટ કરવા ગુનો છે.. આ પ્રકારના મજાકના પ્રયાસને વખોડાય તેટલું ઓછું છે તેમ રાકેશ પંજાબી , પૂર્વ UGSએ જણાવ્યું હતું.