Dakshin Gujarat

ભરૂચના અંભેલ ગામમાં ONGCના GGS-8 પ્લાન્ટમાં મધરાત્રે ભીષણ આગ ફાટી નીકળી

ભરૂચઃ વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આવેલા ONGCના GGS-8 પ્લાન્ટમાં મધરાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી.સમગ્ર ઘટના લઈને પ્લાન્ટથી માત્ર 500 મીટરના અંતરે વસેલા અંભેલ ગામના રહીશો ભયભીત થઇ ગયા હતા.આગની ઘટનાની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

  • અંભેલ ગામથી માત્ર 500 મીટર દૂર આગ લાગતાં ભારે અફરાતફરી, ફાયર બ્રિગેડે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો

આગના લઈને કાળા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગ પર નિયંત્રણ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. રાત્રે 12:30 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા રાહત અનુભવી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્ર અને ONGCના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જોકે અધિકારીઓ દ્વારા આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top