વડોદરા: આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ પાલિકાને ચૂંટણી યોજનાર છે ભાજપ સારા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતા કાર્યકર્તાઓને નારાજગી સામે આવી હતી. કાર્યકર્તાઓને આ નારાજગી ૨૧મી ફેબ્રુઆરીના રોજ મતદાનમાં કેટલો ફરક પડે છે તે જોવાનું રહ્યું અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ નું મિશન 76 પૂરું થાય છે કે નહીં એ પણ જોવાનુ રહેશે.
ચૂંટણી જાહેર થતા જ ભાજપના કાર્યકર્તાઓ ટિકિટ લેવા માટે ગાંધીનગર થી દિલ્હી સુધીની દોડ લગાવી હતી. ગુરુવાર સાંજે ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારો નું લિસ્ટ જાહેર થતા આયાતી ઉમેદવાર, વ્હાલા દવલાની નીતિ, પરિવાર વાદ અને ગોડ ફાધરો ના માનીતા ઉમેદવારો ને ટિકિટ મળતા કાર્યકરો નો રોષ ભભૂકી ઉઠ્યો હતો નામ જાહેર થઈ ગયાા પછી પણ પોતાનુ નામ ઉમેદવાર તરીકે જાહેર થાય તે માટે કેટલાક કાર્યકરોએ દિલ્હી અને ગાંધીનગરના છેડા અડકી જોયા હતાં. વોર્ડ નંબર-1,3,5,7,8,9,11,12,15,17 ના કાર્યકર્તાઓ માં રોષ જોવા મળ્યો હતો.
ટીકિટ જાહેર થતા લિસ્ટમાં પક્ષમાં તેમનુ નામ ના હોય અને જે કાર્યકર તરીકે પણ ભાજપમાં જોડાયા પણ નથી કોઈ કામ પણ નથી કર્યું. તેવા લોકોને ટીકીટ આપતા કાર્યકરોમાં નારાજગી સાથે રોષ ભભૂકી ઉઠયો હતો. ટીકિટ માટે કેટલાક ભાજપના મહિલા કાર્યકર્તાએ તો ભગવાનની બાધા અને માનતા પણ રાખી હતી અને કેટલાક મહિલા કાર્યકર્તા તો ઉઘાડા પગે પણ ભાજપ કાર્યલય ખાતે આવી પહોંચ્યા હતા. ટિકિટ મળશે તો ચંપલ પહેરીશ એવી બાધા પણ રાખી હતી. પણ ટિકિટ ન મળી.
ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓમાં અલગ અલગ વોર્ડ માંથી ટોળે ટોળા આવી જતા ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ કાર્યાલય છોડીને જતા પણ રહ્યા હતા. કેટલાક ભાજપ મહિલા કાર્યકર્તાઓ પણ પોતાના પક્ષ ને લઈને ના નારાજગી પણ જોવા મળી હતી અને મહિલા કાર્યકર્તાઓ ધ્રુસકે રડી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ વખતે કોર્પોરેશનની ચૂંટણીમાં વડોદરામાં અગાઉની ચૂંટણીમાં ક્યારેય જોવા મળી ન હોય તેવી નારાજગી જોવા મળી છે. આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી કાર્યકર્તાઓ કેટલું મતદાન કરાવશે ,બૂથ લેવલ સુધી મતદારોને લઈ જશે કે નહી થશે કે નહીં અને ડોક્ટર વિજય શાહ નું મિશન 76 પૂરું થશે કે નહીં તે 23 ફેબ્રુઆરી ના રોજ મતગણતરી બાદ માલૂમ પડશે. હાલ તો ભાજપના નેતાઓ ડેમેજ કન્ટ્રોલમાં લાગી ગયા છેે અને નારાજ કાર્યકરોને સમજાવી રહ્યાં છે.
વોર્ડ નંબર-18 માંથી નારાજ કાર્યકરોએ રાજીનામા ધરી દીધા
વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણીમાં ભાજપે 76 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ ભાજપમાં મહાસંગ્રામ શરૂ થઈ ગયો છે. પ્રદેશ મોવડીઓએ પાયાના કાર્યકરોને ટિકિટ નહીં ફાળવીને માત્ર માલેતુજારોને જ ટિકિટ ફાળવતા કાર્યકરોના સરાસર રાજીનામા પડી રહયા છે. વોર્ડ નં. 18 ના કાર્યકરોએ માંજલપુરમાં અને ભાજપ કાર્યાલય પર તોફાન મચાવ્યું હતું. અને 300 કાર્યકર્તાઓએ ભાજપને રામ રામ કરી દીધા હતા તેવી જ રીતે અન્ય વોર્ડમાં પણ ભાજપની ભવાઈ ચાલી હતી. વોર્ડ નં. 18માં આરતીબેન જયસ્વાલ અને શરૂતાબેન પ્રધાનને ટિકિટ અપાતા ભાજપમાં વર્ષો સુધી િનષ્ઠાપૂર્વક કામ કરનાર મહિલાઓએ ભારે િવરોધ નોંધાવ્યો હતો. મહિલા કાર્યકર્તાઓએ આયાતી ઉમેદવારોને લઈને જ ભાજપ કાર્યાલયમાં હંગામો મચાવીને સરૂતાબેન પ્રધાનને રૂપિયાના જોરે ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. વોર્ડમાં સક્રીય મહિલાને ટિકિટ આપવામાં ન આવે તો પાર્ટીની કામગીરીથી અળગા રહી િવરોધ કરવાની ચીમકી આપી હતી. કાર્યકર્તાઓએ માંજલપુરમાં વોર્ડ નં. 18 નું કાર્યાલય બંધ કરી દઈ ભાજપના બોર્ડ અને બેનરો ફાડી નાંખ્યા હતા.
માત્ર રાજેન્દ્ર ત્રિવેદીનું જ પક્ષમાં ચાલે છે
મીનાબેન રાણા ભાજપમાં 35 વર્ષથી સક્રીય છે. તેમને વોર્ડ નં-5 માંથી ટિકિટ મળે તેવી માંગ સ્થાનક કાર્યકરોની પણ હતી. મીનાબેને રડતા રડતા કહ્યું કે ભાજપ પક્ષે મને ટિકિટ નહીં ફાળવતા પક્ષથી નારાજ છું. મને ઘણાં સમયથી ટિકિટ આપવાની વાત કહેવામાં આવે છે પણ ટિકિટ આપવામાં આવતી નથી. પાર્ટીમાં માત્રને માત્ર રાજેન્દ્ર િત્રવેદીનું જ ચાલે છે. જો કે ભાજપના અગ્રણીએ પર કાર્યકર્તાની આંસુની કોઈ અસર જણાતી ન હતી. આ સાથે વોર્ડ નં. 1,16,17 ના કાર્યકરોએ પણ યોગ્ય ઉમેદવારને ટિકિટ નહીં આપવા બદલ હંગામો મચાવ્યો હતો.
પાટીદારને ટીકિટ નહી મળતા વોર્ડ નં-3 માં ધમાલ
ભાજપ પ્રદેશ મોવડીએ વોર્ડ નં. 3 માં પાટીદારની વસ્તી હોવા છતાં એક પણ પાટીદારને ટિકિટ નહીં આપતા કાર્યકર્તાઓએ ભાજપા કાર્યાલય પર ધાંધલ ધમાલ મચાવી હતી. આ વોર્ડમાં 12 હજાર પાટીદારના મત છે. છતાં છાયાબેન ખરાદી, રૂપલબેન મહેતા, પરાક્રમસિંહ જાડેજા અને રાજેશ શાહને ટિકિટ અપાઈ છે. સાંસદે કલ્પનાબેન પટેલનું નામ મુકયું હતું. છતાં તેમને િટકિટ અપાઈ નથી. વોર્ડ નં. 3 ના કાર્યકરોએ ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં કામ નહીં કરવાનું શહેર પ્રમુખ ડો. િવજય શાહને સીધી અને સ્પષ્ટ ભાષામાં જણાવી દીધું છે. તેમ જ િવસ્તારની સોસાયટીઓમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
વોર્ડ નં. 2 માં વાલ્મિકી સમાજ પણ નારાજ
વોર્ડ નં. 2 પેન્શનપુરા િવસ્તાર કે જેમાં વાલ્મીકી સમાજનો વર્ગ મોટો છે. ભાજપે આ વર્ગને પણ તરછોડીને સમાજના આગેવાન અને કાર્યકર હીનાબેન સોલંકી તેમજ મહેશ સોલંકીને ટિકિટ ફાળવવામાં નહીં આવતા કાર્યકર્તાઓનું ટોળું ભાજપ કાર્યાલય પર પહોંચી ગયું હતું. વોર્ડનું િવભાજન કરી એક વોર્ડ બનાવ્યા પછી ગત ચૂંટણીમાં સમાજના કાર્યકર્તાને ટિકિટ આપી ન હતી અને આ વખતે પણ ટિકિટ નહીં ફાળવી સમાજ સાથે અન્યાય કર્યો છે. ટિકિટના દાવદાર મહેશ સોલંકીએ પણ અન્યાયની લાગણી સાથે જણાવ્યું હતું કે, પાર્લામેન્ટરી બોર્ડમાં જોવામાં આવતુ નથી કે કોણે કેવી રીતે કેટલુ કામ કર્યું ફકત માનીતાઓને િટકિટ આપી દીધી છે.