Gujarat

રાજકોટમાં ડોક્ટરે એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ આપઘાત કર્યો

રાજકોટઃ રાજકોટથી આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીંની સિનર્જી હોસ્પિટલમાં સેવા આપતા એક તબીબે આપઘાત કર્યો છે. તબીબે એનેસ્થેસિયાનો વધુ પડતો ડોઝ લઈ મોત વ્હાલું કર્યું હોવાની વિગતો જાણવા મળી છે. ઘરમાં ચાલતા કંકાસથી કંટાળી જઈ તબીબે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ તરીકે સેવા આપતા ડો. જય પટેલ કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલા પોતાના સુર્વણભૂમિ એપાર્ટમેન્ટના મકાનમાં આત્મહત્યા કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

તબીબની લાશ પાસે મળી સ્યુસાઈડ નોટ
ડો. જય પટેલના મૃતદેહ પાસે પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી છે. સ્યુસાઈડ નોટમાં ડો. પટેલે લખ્યું હતું કે તેમના મૃત્યુની જાણ માતા-પિતાને નહીં પરંતુ તેમના બનેવીને કરવામાં આવે. તેમના માતા-પિતા તીર્થ યાત્રાએ ગયા છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે લઈ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે.

સવારથી ડોક્ટર ફોન ઉપાડતા નહોતા
આજે સવારે ડો. જય પટેલને એક સર્જરીમાં એનેસ્થેસિયા આપવા હાજર રહેવાનું હતું. પરંતુ તેઓ આવ્યા નહોતા. તેથી હોસ્પિટલનો સ્ટાફે તેમને ફોન કર્યો હતો, પરંતુ તેઓ ફોન ઉપાડતા નહોતા. તેથી હોસ્પિટલનો સ્ટાફ તેમના એપાર્ટમેન્ટ પર તપાસ માટે ગયો હતો. ઘરે ડો. પટેલની લાશ મળી હતી.

Most Popular

To Top