ahemdabad : અમરેલી ( amreli) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સાવરકુંડલા ( savarkundla) માંથી મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય ગુનાઓ આચરતી ગેંગ ( gang) ના 12 બદમાશોને ઝડપી પાડ્યા છે. આ ઘટનાની મળતી માહિતી અનુસાર ભમોદ્રા થી જીરા તરફ જતાં ગામ પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સફળ કામગીરી કરીને મધ્યપ્રદેશની કુખ્યાતગેંગને ઝડપી પાડી હતી. પોલીસે તેમની પાસેથી 7 પિસ્ટલ અને 35 કાર્ટિઝ પણ તેમની પાસેથી કબજે લીધા છે.
અમરેલી એસઓજીએ જે આરોપી ઝડપી પાડ્યા છે તેમાં રાકેશ કાળુભાઇ બાંગડીયા ( ઉ.વ.20 ), ધંધો.ખેતી-મજૂરી, (રહે.મૂળગામ-બડા ઇટારા, તા.જોબટ, જિ. અલીરાજપુર, થાણા-આંબવા,મધ્યપ્રદેશ હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડી તા.લિલિયા જિ.અમરેલી, જાલમ તીખીયાભાઇ દેહરીયા, (ઉ.વ.35), ધંધો.ખેત મજૂરી, (રહે.મૂળગામ-હરદાસપુર, બેહડી ફળીયા, તા.બોસાદ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ હાલ રહે.આંબા ગામની સીમ, નિકુભાઇ પટેલની વાડીએ તા.લિલિયા, જિ.અમરેલી ), મગન સુરતીયાભાઇ મેડા, (ઉ.વ.35), ધંધો.મજૂરી, રહે.મૂળગામ-છોટી જુવારી, તડવી ફળીયા, તા.જોંબટ, જિ.અલીરાજપુર, થાણા-કાના કાકડ, (મધ્યપ્રદેશ), હાલ રહે.મોરબી, સરતાનપુર રોડ, સોલારીઝ સીરામિક ફેકટરીમાં), રોહિતભાઇ ભરતભાઇ હેરભા, (ઉ.વ.25), ધંધો.મજૂરી, (રહે.-સુરત, કાપોદ્રા વિસ્તાર, સત નારાયણ સોસાયટી, સત્યમ એપાર્ટમેન્ટ, ફલેટ નં.૧૮, સુરત.), સોહિલ યાસીનભાઇ મલેક, (ઉ.વ.22), ધંધો. નોકરી (રહે.મુળ ગામ-પાંચ તલાવડા, તા.લિલિયા જિ.અમરેલી, હાલ રહે.-સુરત, નાના વરાછા ઢાળ, મદીના મસ્જીદ પાસે સુરત).
આ ઉપરાંત સિરાજખાન મહેબુબખાન બ્લોચ, (ઉ.વ.20), ધંધો.મજૂરી( રહે.મુળ ગામ-અખતરીયા, તા.ગારીયાધાર, જિ.ભાવનગર, હાલ રહે.-સુરત, કામરેજ, ડાયમંડનગર, મકાન નં.176, સુરત), હરેશભાઇ રાણાભાઇ કારડીયા, (ઉ.વ.32), ધંધો.મજૂરી( રહે.ગામ-નાની વડાળ, આંબેડકર શેરી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી), ઇકબાલભાઇ અલારખભાઇ જુડેસરા, (ઉ.વ.45), ધંધો.મજૂરી, (રહે.શીહોર, મોધીબાની જગ્યા પાસે, ધાંચી વાડ, તા.શિહોર, જિ.ભાવનગર), અફરોજ અબ્દુલભાઇ કુરેશી, ( ઉ.વ.37), ધંધો.ડ્રાઇવિંગ (રહે.-સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ, પઠાણ ફળી, તા.સાવરકુંડલા જિ.અમરેલી.), મહમદભાઇ મહેબુબભાઇ ચૌહાણ, ( ઉ.વ.33), ધંધો ચાની હોટલ, (રહે.-સાવરકુંડલા, મહુવા રોડ, સાધના સોસાયટી પાછળ, નુરાનીનગર, તા.સાવરકુંડલા, જિ.અમરેલી) ,રમેશ જુવાનસિંહ વસોયા, ( ઉ.વ.20), ધંધો-મજૂરી,મૂળ (રહે.કિલાણા, ચોકીદાર ફળીયુ તા.જાંબુવા, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) થાણા-કનાજ હાલ રહે.સીમરણ, ઉમેશભાઇ ભરતભાઇ ધાધલની વાડીએ) અયુબ જુમાભાઇ જાખરા, (ઉ.વ.-26), ધંધો-ડ્રાઈવીંગ( રહે.સાવરકુંડલા, સંધી ચોક, તા.સાવરકુંડલા, જિ.અમરેલી )નો સમાવેશ થાય છે.
પકડાયેલા આરોપીઓ મધ્યપ્રદેશની આંતર રાજ્યની કુખ્યાત ગેંગ હોય, મધ્યપ્રદેશમાંથી ગેરકાયદેસર પ્રતિબંધક પિસ્તોલ તથા જીવતા કારતૂસ હથિયારો કોઇપણ રીતે ગુજરાત રાજ્યમાં લાવતા હતા. વિવિધ જગ્યાએ ખેતરોમાં ખેત મજૂરી કામ કરવાનાં બહાને રહી અન્ય આરોપીઓ સાથે મળી પિસ્તોલ તથા જીવતા કારતૂસ પોતાનાં આર્થિક ફાયદા સારૂ નજીવી કિંમતમાં ગેરકાયદેસર વગર લાઇસન્સ પાસ પરમીટ વગર અવાવરૂ જગ્યાએ બોલાવી ચોરી છુપીથી વેચી નાખતાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.