વડોદરા : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ની જાહેરાતથી ભાજપમાં ભાંજગડ વધી છે જેમાં હવે ત્રણ ટર્મ જે કાર્યકર્તાને ટિકિટ આપી હોય તેને ટિકિટ મળશે નહીં તે બાદ ભાજપના આગેવાનોમાં વિવાદ સર્જાતાં આખરે આ નિર્ણય પરત ખેંચવાનો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોર્પોરેશન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે અગાઉ ૫૫ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર પછી પરિવારવાદ અટકાવવા ધારાસભ્યો સંસદસભ્યો કે પછી કાર્યકર્તાના પરિવારજનો માંથી કોઈને પણ ટિકિટ નહીં આપવી ઉપરાંત જે કોર્પોરેટરને ત્રણ ટર્મ થઈ ગઈ હોય તેઓને પણ ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી હતી.
પ્રદેશ પ્રમુખ ની જાહેરાત બાદ ભાજપમાં ભાંજગડ વધી રહી છે જેથી કેટલીક જગ્યાએ બાંધછોડ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ ૫૫ વર્ષની ઉંમરનો બાધ હતો તે હટાવીને 60 વર્ષ સુધીનો કરવામાં આવ્યો તે બાદ હવે કેટલાક આગેવાનો ના પરિવારજનોને ટિકિટ આપવી પડે એટલું જ નહીં જે કોર્પોરેટર ત્રણ ટર્મ લડ્યા છે તે પૈકીના કેટલાકને ટિકિટ આપવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
પ્રદેશ પ્રમુખના આ આવા પ્રકારના નિર્ણયથી ભાજપના આગેવાનોમાં જ રોષ વ્યાપ્યો છે એટલું જ નહીં કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હોય અને તેઓને ટિકિટ મળે તેવી શક્યતા હોય નહીં ત્યારે તેમની પત્નીને , પુત્રી, પુત્ર ને ટિકિટ આપવા રજૂઆતો થતી હોય છે તો તેવા કાર્યકર્તાઓમાં પણ પ્રદેશ પ્રમુખના નિર્ણયથી રોષ વ્યાપ્યો હતો…
જેથી હવે આ બંને નિયમમાં કેટલી છૂટછાટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું રહે છે કે ભાજપ ની ટિકિટો જાહેર કરવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ધારાસભ્યો અને સંસદ સભ્યો કે કાર્યકર્તાઓની લાગણીને માન આપીને પ્રદેશ પ્રમુખ ઝૂકી જશે કે પછી મક્કમ રહી આ નિયમને વળગી રહેશે તે જોવાનું રહે છે.
ઉંમર કે ટર્મ નહીં પરંતુ કોર્પોરેટરે કરેલા કામને જોઈને ટિકિટ આપો
વડોદરા: ગુજરાત સ્થાિનક સ્વરાજયની ચૂંટણીમાં ભાજપે 60 વર્ષના એજ ટેગ તેમજ ત્રણ ટર્મ ચુંટણી લડનાર ભાજપના કાઉન્સીલરો તેમજ કાર્યકર્તાઓને સીમાંકીત કરી દેવાતા પાયાના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ છે અને આ જબરજસ્ત વિરોધને કારણે ભાજપને ઘણુ નુકસાન થવાની શકયતા છે. ત્યારે ભાજપ આ સીમાંકનનો મુદ્દો વકરે તેમ હોઈ ભાજપ આ િનર્ણય પાછો ખેંચે તેવા સંજોગો નજરે ચઢી રહયા છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્થાિનક સ્વરાજયની ચૂંટણીમાં ઉમેદવારો માટે 60 વર્ષનો એ જ ટેગ અને ત્રણ ટર્મ ચૂંટણી લડનાર કાઉન્સીલરો માટે િટકિટ પર અવરોધ લગાવ્યો છે. ભાજપે સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરી ત્યારે ઉંમર મર્યાદા 55 વર્ષની રાખી હતી. જે વધારીને 60 વર્ષની કરી દેતા વર્ષોથી ટકિટ ની રાહ જોતા તેમજ વર્તમાન કાઉન્સીલરોને આ ઉંમર મર્યાદા આડે આવતા વિરોધના વંટોળ ઉઠયો છે.
ભાજપના ઘણા કાઉન્સીલરોએ 55 વર્ષની એ જ ટેગ છતાં દાવેદારી નોંધાવી હતી. ભાજપના ઈન્ચાર્જોએ તેમને સાંભળ્યા હતા પણ હવે નવો ફતવો ભાજપમાં બળવાનું સ્વરૂપ ધારણ કરી રહયું છે અને આ બળવો ભાજપને નુકસાન કરીશકે તેમ છે એક કે બે ટર્મમાં ચુંટણી જીતેલ કાઉન્સીલરોએ આ એ જ ટેગનો વિરોધ નોંધાવીને ઉંમર નહીં પણ શારીરીક સ્થુળતા તેમજ વોર્ડમાં કામગીરીને જોઈને આ એ જ ટેગ હટાવવાની માંગ કરી છે.
એટલુ જ નહીં 60 વર્ષની વર્ષે કોરોના કાળમાં વોર્ડમાંફરીને લોકોને આયુર્વેદીક દવાિવતરણ સેનેટાઈઝેશન ફુડકીટ િવતરણ જેવી કામગીરી કરી હોય તો ઉંમરનો બાધ છોડવો જોઈએ અને ફકત પાિલકાની જ નહીં વિધાનસભાની ચૂંટણી માટે પણ આ એ જ ટેગ લાગુ કરાય તેવી માંગ કરી છે. ભાજપના આ નિર્ણયથી મોટી ભાંજગડ પેદા થઈ હોઈ પ્રદેશ દ્વારા આ િનર્ણયને પડતો મુકવામાં આવે તેવી શકયતા છે. ભાજપ દ્વારા આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરાય તેવી શકયતા છે ત્યારે પ્રદેશ કોને અને 60 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે કે નહીં તે જોવું રહયુ.
ટિકિટો માટે કાર્યકરો ગોડફાધરના શરણે ગયા
૨૧મી ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજનાર છે ત્યારે કોંગ્રેસ તરફથી પ્રથમ 20 ની યાદી ઉમેદવારોને જાહેર કરવામાં આવી છે ભાજપ દ્વારા આજે મોડી રાત સુધી ઉમેદવારોને ટિકિટ જાહેર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે.
વડોદરા શહેર ની વાત કરવામાં આવે તો 2015માં ભાજપ પાસે ૫૮ કોંગ્રેસ પાસે 13 અને અપક્ષ પાસે 4 સીટ મળી 19 વોર્ડ માં 76 સીટી છે. આ વખતે કોર્પોરેશન ની અંદર ભાજપ કોઇ પણ રીતે સીટો મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. થોડા દિવસ અગાઉ વોર્ડ નંબર 9 ના અને અગાઉ ભાજપ માં હતા અને વિવાદ સર્જાતા તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા રાજેશ આયરે ને થોડા દિવસ અગાઉ જ ભાજપની અંદર સામેલ કરવામાં આવ્યા હતા.
રાજેશ આયરે ના સામેલ થવા દે ભાજપના પાયાના કાર્યકરોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના વિવિધ વોર્ડની જો વાત કરવામાં આવે તો મોટાભાગના બોર્ડ વડોદરા શહેરમાં વિવાદોમાં છે વોર્ડ નંબર 3 ની વાત કરવામાં આવે તો પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિ અને પરાક્રમસિંહ જાડેજા ટિકિટની રેસમાં છે.
વોર્ડ નંબર 5 વોર્ડ નંબર 8 માં કેયુર રોકડિયા અને અજીત પટેલ , વોર્ડ 9 રાજેશ આયરે જે હમણાં આરએસપીમાંથી ભાજપમાં સામેલ થયા છે, વોર્ડ નંબર ૧૧ જવાબ પૂર્વ પ્રદેશ પ્રમુખ ના પુત્ર ચૈતન્ય દેસાઈ શકુંતલા મહેતા, વૉર્ડ 12 માં ભરત ડાંગર અને પૂર્વ કોર્પોરેટર પ્રફુલગિરી ગૌસ્વામીના પત્ની, ફોન નંબર 14માં વિજય પરમાર વોર્ડ નંબર 15 માં સંખેડા ધારાસભ્ય અભેસિંહ તળવી નો પુત્ર મારા ડભોઈના ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર શૈલેષ સોટ્ટા દ્વારા પોતાના પુત્ર ધ્રુમિલ માટે ટીકીટ માગણી પણ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં કોર્પોરેશન ઇલેક્શન હોય વિધાનસભા હોય કે લોકસભા નું તેની ચર્ચા ગાંધીનગર અને દિલ્હી સુધી ચાલતી હોય આ વખતે પણ ટિકિટો માટે ધારાસભ્યોએ દિલ્હી સુધી પોતાના પત્ની, પુત્રી અને પુત્ર અને ટિકિટ અપાવવા માટે દોડ લગાવી છે. ભાજપ સંગઠન દ્વારા જે વિવાદીત વોર્ડ છે તેમાં ઉમેદવારોને ચૂપચાપ ફોન કરીને પણ ઉમેદવારીપત્ર ભરવાની વાત કરવા કમલમ માંથી ફોન આવે તેવી શક્યતા સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે… ફોર્મ ભરવા ને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી છે.