Vadodara

વડોદરા : 6 લાખ સામે 15 લાખ વસૂલ્યા છતાં ઉઘરાણી કરતા વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે વિરુદ્ધ ફરિયાદ

વેપારીને જાનથી મારી નાખવાની તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ

પ્રતિનિધિ વડોદરા તા.13

ગોત્રી વિસ્તારમાં રહેતા વેપારીએ વ્યાજખોર પાસેથી રૂ.6 લાખ 5 ટકા વ્યાજ દરે લીધા હતા જેની સામે તેઓએ વ્યાજખોરને રૂ.15.04 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર તથા તેના માણસો તેમની પાસે રૂપિયાની ઉઘરાણી કરતી ધમકી આપતા હોય તેઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામ ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા આર્યા ગોવર્ધન-2માં રહેતા લુણીરાજ અરુણ પવાર (ઉ.વ.47) ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે  વર્ષ 2017માં વાસણા-ભાયલી રોડ ખાતે આવેશ અર્બન-71 કોમ્પલેક્ષમાં દુકાન નં.8માં મરાઠા કટ્ટા નામની રેસ્ટોરંટ ચલાવતો હતો. કોરોના કાળ દરમ્યાન રેસ્ટોરંટમાં નુકશાન થવાથી વર્ષ 2020માં ઘનશ્યામ ફુલબાજે પાસે રૂ.1 લાખ માંગણી કરતા 5 ટકાના વ્યાજે આપ્યા હતા. જે રૂપિયાનુ માસીક વ્યાજ રૂ. 5 હજાર તેમના માણસો આવીને લઈ જતા હતા. બાદમાં વાસણા ભાયલી રોડ ખાતે વિહાવ એક્ષેલેસ કોમ્પ્લેક્ષમાં ઘનશ્યામ ફુલબાજેની દુકાન ભાડે લીધી હતી. દુકાનમાં ફર્નીચર સહિતનો ખર્ચો કરવાનો હોઈતેમની પાસે રૂ 5 લાખની માંગતા તેણે મને કહ્યું હતું કે અગાઉના લાખ રૂપિયા આપો પછી હું પાંચ લાખ આપીશ પરંતુ મે વિનંતી કરતા 5 લાખ 5 ટકા વ્યાજે આપ્યા હતા પરંતુ મારી પાસેથી સિક્યોરીટી પેટે બે ચેક લીધા હતા. દર મહિને 25 હજાર ઘનશ્યામ ફુલબાજેના માણસોને રોકડા તથા ઓનલાઈન આપતો હતો. ત્યારબાદ દુકાન મે ખાલી કરી બાજુની દુકાનમાં રેસ્ટોરંટ ચલાવતો હતો. ફેબ્રુઆરી-2024 સુધીમાં રૂ.10.54 લાખ ઓનલાઈનથી તથા રોકડા રૂ.4.50 લાખ મળી રૂ.15.04 લાખ ઘનશ્યામ ફુલબાજના માણસોને આપ્યા હોવા છતાં મારા ઘરે વ્યાજના રૂપિયા માગણી કરી ધમકીઓ આપી હેરાન કરવા લાગ્યા હતા. જેથી મે ઘનશ્યામ ફુલબાજે તથા તેમના માણસોને કહ્યું હતું કે મે તમારી પાસેથી 6 લાખ લીધા હતા જેની સામે રૂ.15.54  લાખ આપી દીધા છે તેમ છતાં મને શા માટે હેરાન કરો છો તેવુ કહેતા મેં આપેલા ચેકો બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મે આપેલા બન્ને ચેકો બાઉન્સ કરાવ્યા હતા. જેથી ગોત્રી પોલીસે ઘનશ્યામ ફુલબાજે (રહે. આજવા રોડ વડોદરા), ક્રિષ્ણા ભિખા કહાર (રહે. ફતેપુરા વડોદરા), કીરણ રમેશભાઈ માંછી (રહે. નાગરવાડા વડોદરા શહેર), સન્ની કમલેશ ધોબી ( રહે- માંડવી વડોદરા), નરેંદ્ર જગમોહન (રહે. સંગમ ચાર રસ્તા પાસે વડોદરા) અને શીતલબેન ૨મેશસિંહ ઠાકુર ( રહે. સુભાનપુરા)ની સામે પોલીસ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • વ્યાજખોરને કેમ પાસા કરાતી નથી ?

વડોદરા શહેરમાં નાણા ધીરધારનો ધંધો કરતા વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજ દ્વારા ત્રણ જેટલા લોકો પાસેથી વ્યાજ સહિતના રકમની પઠાણી ઉઘરાણી કરીને ધમકી અપાતી હતી. જેથી તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ જેટલા ફરિયાદ નોંધાઇ હોવા છતાં પોલીસ દ્વારા આ વ્યાજખોરને કેમ પાસા કરવામાં આવી નથી ?

Most Popular

To Top