Entertainment

‘ઝૂકેગા નહીં સાલા…’, પુષ્પા-2એ બધા રેકોર્ડ તોડ્યા, 7 દિવસમાં 1000 કરોડની કમાણી કરી

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’એ જબરદસ્ત સફળતા મેળવી છે. ફિલ્મ રોજ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. હવે ભાગ્યે જ કોઈ એવો રેકોર્ડ બચ્યો છે જેને અલ્લુ અર્જુન ફિલ્મે બાકી રાખ્યો હોય. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ફિલ્મે સફળતા મેળવી છે. આ સાથે જ ‘પુષ્પા 2’ ભારતની સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

‘પુષ્પા 2’ એ રિલીઝ થયાના માત્ર 7 દિવસમાં દરેક ફિલ્મના દરેક રેકોર્ડ તોડી નાંખ્યા છે જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ ફિલ્મ માત્ર ભારતમાં જ સારું પ્રદર્શન નથી કરી રહી પરંતુ તેની સફળતા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ વ્યાપક છે. આ ફિલ્મે વિશ્વવ્યાપી રેકોર્ડ તોડી નાંખ્યા અને દરેક ભારતીય ફિલ્મને પાછળ છોડી દીધી જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

આ સાથે ‘પુષ્પા 2’નું નિર્દેશન સાઉથના માસ્ટર તરીકે ઓળખાતા ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી 2’ ને પણ વટાવી ગઈ છે. ‘બાહુબલી 2’ એક સમયે સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરનાર ભારતીય ફિલ્મ હતી. ફિલ્મે આ રેકોર્ડ હાંસલ કરવામાં 10 દિવસનો સમય લીધો હતો જેને અલ્લુ અર્જુને એક જ સપ્તાહ એટલે કે સાત જ દિવસમાં તોડી નાંખ્યો છે.

પુષ્પા 2 એ ભારતમાં પણ શાનદાર કમાણી કરી
પહેલા જ અઠવાડિયામાં ફિલ્મે ભારતમાં 687 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે, જે અન્ય કોઈપણ ફિલ્મ કરતાં અનેક ગણું વધારે છે. ‘પુષ્પા 2’ એ દરેક મોટા બજેટની ફિલ્મને હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે, જેને જોઈને દરેક અલ્લુ અર્જુનને ભારતના સૌથી મોટા સુપરસ્ટાર માની રહ્યા છે.

માત્ર એક અઠવાડિયામાં પુષ્પાએ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ધૂમ મચાવી છે. પુષ્પા રાજની સફળતાની દિલ્હીમાં પણ 12મી ડિસેમ્બરે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ફિલ્મે સૌથી ઝડપી 1000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ત્યારબાદ એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top