ગાંધીનગર: 2 વર્ષ પહેલાં – ડિસેમ્બર 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો સાથે ઐતિહાસિક જનાદેશ જનતાએ આપ્યો. પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સીએમ ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિન સરકારના લોકાભિમુખ શાસનને રાજ્યની જનતાએ વધાવી લીધી હતી.
પીએમ નરેન્દ્ર મોદીના સુશાસનના વારસાને સીએમ ભૂપેન્દ્ર પટેલે સફળતાપૂર્વક આગળ ધપાવ્યો. અમૃતકાળના પ્રારંભના બે વર્ષોમાં ભૂપેન્દ્રભાઈએ જન-સામાન્યના હિતમાં ઝડપથી અનેક નિર્ણયો લીધા અને આ બે વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના બની રહ્યાં છે.
બે વર્ષમાં “ટીમ ગુજરાત” ના સહિયારા પ્રયાસોથી દેશ-દુનિયાના વ્યાપક ફલક પર ગુજરાત ઝળહળતું રહ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે. G-20 બેઠક અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વૈશ્વિક કોન્ફરન્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. હજુયે તેમના કાર્યકાળમાં ગુજરાતની ઔદ્યોગિક આગેકૂચ જારી રહી.
વિશ્વની ટોચની કંપનીઓએ ગુજરાતમાં મૂડીરોકાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પીએમ મોદીએ અપનાવેલા પોલિસી ડ્ર્રીવન ગ્રોથને આગળ વધારતા છેલ્લા 2 વર્ષમાં સરકારે અનેક મહત્વપૂર્ણ પોલિસીઝ જાહેર કરી છે.જેના પરિણામે ગુજરાત વિદેશી મૂડી રોકાણ આકર્ષવામાં દેશમાં અગ્રેસર રહ્યું છે.
તેથી જ ભારતમાં સેમિકંડક્ટર ક્ષેત્રે વૈશ્વિક કંપનીઓના રોકાણના કેન્દ્રમાં ગુજરાત રહ્યું છે ‘ટીમ ગુજરાત’ મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ અહર્નિશ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજય સરકારે છેલ્લા 2 વર્ષમાં 8 જેટલી નવી નીતિઓ જાહેર કરી છે.
2 વર્ષ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ નીતિઓ : ખરીદ નીતિ – 2024, ગુજરાત ટેક્સટાઈલ પોલિસી – 2024, કુટીર અને ગ્રામોદ્યોગ પોલિસી – 2024, નારી ગૌરવનીતિ-2024, ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી – 2023, સેમિકંડક્ટર પોલિસી, ન્યૂ IT/ITes પોલિસી, ગ્રીન-હાઈડ્રોજન પોલિસી,
સુશાસનની સિદ્ધિઓ
- ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત એમ 5Gના મંત્ર સાથે સર્વગ્રાહી દિશાદર્શન કરતું 3 લાખ 32 હજાર કરોડનું માતબર બજેટ
- ગુજરાતમાં સફળતાપૂર્વક 17 જેટલી G-20 બેઠકોનું આયોજન
- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન
- “અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
- નીતિ આયોગની તર્જ પર “ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાંસફોર્મેશન” –ગ્રીટની સ્થાપના
- રાજ્યમાં શહેરીકરણ સુદ્રઢ થાય તે માટે નવી 9 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની રચના થશે
- ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો
- ગુજરાતમાં 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લક્ષ્યાંકના 107% સિદ્ધિ.
- મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત થયું
- Sustainable Development Goal Index માં આરોગ્ય-સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ
- 2 લાખ 82 હજાર ઘર પર સોલાર પેનલ, ઉર્જા સુરક્ષામાં ગુજરાત દેશમાં અગ્રેસર
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત દેશમાં અગ્રેસર
- PMJAY-MA હેઠળ મળતી સહાય બમણી, હવે રૂ.10 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક
- iORA પોર્ટલની સેવાના લાભાર્થીના પ્રતિભાવ જાણવા ફીડબેક સેન્ટરની રચના
- સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો આરંભ
- ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત 17 કરોડ 19 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર.
- વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ, સમગ્ર ગુજરાતમાં 7,000 થી વધુ સીસીટીવી કેમેરા સ્થાપિત, જેના કારણે છેલ્લા 2 વર્ષમાં 8,800 થી વધુ કેસોના નિરાકરણમાં મદદ.
- મુખ્યમંત્રીશ્રીને મળતી ભેટ-સોગાદોના વેચાણ માટે પોર્ટલ લોન્ચ.
- યુવાનોના ઇનોવેટીવ વિચારોને ગુડ ગવર્નન્સમાં સાંકળવાની દિશામાં “સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપની શરૂઆત કરી.
- ટેકનોલોજીના માધ્યમથી ફરિયાદ નિવારણ કાર્યક્રમ- “સ્વાગત ઓનલાઇન” પ્રોગ્રામના પરિણામલક્ષી 20 વર્ષ
- ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ માટે , અન્નદાતાનું ધ્યાન , નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર),સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત , ઔદ્યોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત , નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવા,
- ઊર્જા ક્ષેત્ર, મહેસૂલ વિભાગ, શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ, પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ , જળસમૃદ્ધ ગુજરાત ,વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કાયદો અને વ્યવસ્થા , વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ સહિતના વિભાગોમાં સરકારે મહત્વના નિર્ણયો લીધા છે.