વાસણા રોડ જંકશન રાણેશ્વર ચાર રસ્તા ખાતે બનનાર બ્રિજનાં રહીશો દ્વારા ઉગ્ર વિરોધ
સ્થાનિકોને પૂછ્યા વિના થોપી મારવામાં આવ્યો હોવાના આક્ષેપ :
સોસાયટીના રહીશોને અને નાના નાના વેપારીઓને અગવડતા પડશે જેથી આ બ્રિજ અહીં નહીં બનાવવા માંગણી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરામાં ફરી વધુ એક બ્રિજ બને તે પહેલાજ વિવાદમાં સપડાયો છે. શહેરના વાસણા રોડ જંકશન રાણેશ્વર ચાર રસ્તા ખાતે બનનાર બ્રિજનો સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા બેનરો પ્લે કાર્ડ સાથે ઉગ્ર વિરોધ કરી આ બ્રિજ અહીં નહીં બનાવવા માંગણી કરવામાં આવી છે.
સ્માર્ટ સિટી વડોદરામાં ફ્લાઈટ ઓવરબ્રિજનો વિરોધ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના વાસણા રોડ જંકશન રાણેશ્વર ચાર રસ્તા પર બનનાર બ્રિજનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે વાસણા જંકશન પર ફ્લાય ઓવર બ્રિજ બનાવામાં આવી રહ્યો છે. ત્યારે વિસ્તારના રહીશોએ આ ફ્લાય ઓવર બ્રિજની આડમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માંગણી કરી છે. સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રોડ ઉપર ઉતરી આવી પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો હતો. 24 મીટરના રોડ ઉપર આ 12 મીટરનો ફ્લાય ઓવર બ્રિજ બની રહ્યો છે. જોકે, બ્રિજ સિવાય ઘણા બધા રસ્તા છે જેનાથી ટ્રાફિકનું ભારણ હળવું થઈ શકે તેમ રહીશોનું માનવું છે. મહત્વની બાબત તો એ છે કે હાલમાં જ વડોદરા શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા અને જાહેર મંચ ઉપરથી તેમણે વડોદરામાં આ બ્રિજ 52 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવાની જાહેરાત કરી હતી. હાલ આ બ્રિજ બનવાથી વિસ્તારના લોકોને તેમજ નાના વેપારીઓને ખૂબ અગવડતા પડશે તેવા આક્ષેપો સાથે રવિવારે આ વિસ્તારના લોકોએ એકત્ર થઈ આ બ્રીજનો સખત વિરોધ કર્યો છે અને આ બ્રિજ નહીં બનાવવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા અન્યો રસ્તો કાઢવા માંગણી કરી છે.
ક્યારે પણ બ્રિજ બને છે, તો સૌથી પહેલા રાઇટ ઓફ વે ની લાઈન ખેંચવી જોઈતી હતી. જેનાથી એંક્રોચમેન્ટ એટલે કે દબાણો જે હોય એ હટી જતું અને વગર બ્રિજે કામ થઈ જતું અને એના પછી ડીપીઆર આપવામાં આવે છે. પ્રોજેક્ટ રિપોર્ટ, પણ આપવામાં નથી આવ્યું. સ્થાનિક લોકો તમામની સાથે વાતચીત કરવાની હતી, એના પછી જ આ કામ શરૂ કરવાનું હતું. બધી પ્રકારે એનાલિસિસ કરવાનું હતું. એ પણ નથી કરવામાં આવ્યું. આટલું બધું પુર આવ્યું હાલમાં જ તો હાઇડ્રોલોજીકલ એનાલિસિસમાં આવે છે કે ક્યાં પાણી ભેગું થાય છે. ક્યાં રિફાઇન કરવાનું હતું એ પણ નથી થયું. લોકોને પૂછ્યું પણ નહીં અને ડાયરેક્ટ જ બ્રિજ થોપી માર્યો છે, સાથે જ અટલ બ્રિજ સૌથી મોટું ઉદાહરણ છે. સાંજે સૌથી વધુ ત્યાં ટ્રાફિકજામ થાય છે. તો એ પરિસ્થિતિ ફરી નિર્માણ થવાની જ છે. તો એના માટે આ બધી પરિસ્થિતિ ન ઉદ્ભવે માટે અમે લોકો બધા અહીંયા ભેગા થયા છીએ અને સરકારને ગુહાર લગાવી રહ્યા છે કે, આ બ્રિજનું કામ અહીં ના થવું જોઈએ. જેનાથી વ્યવસાયને પણ બે વર્ષનું નુકસાન થવાનું છે. કોરોના પછી નાના વ્યાપારવાળા છે, લારીવાળા છે, એમના ધંધાઓને પણ આની અસર થવાની છે, તો જે પણ એનાલિસિસ કરવાનું હોય એ કર્યા બાદ દબાણ દૂર કરવામાં આવશે તો ઓટોમેટિકલી અહીંયા રસ્તા પહોળા થઈ જશે. જેથી કરીને બ્રિજની જરૂર નહીં પડે કરોડો રૂપિયાનો જે ખર્ચો થઈ રહ્યો છે તો એ બીજે કશે લગાવો : મનોજ શર્મા સ્થાનિક
સવારે બે કલાક અને સાંજે બે કલાક ટ્રાફિક સોલ્યુશન માટે ફ્લાય ઓવર ની રિક્વાયરમેન્ટના હોય અહીંયા રોડ પરના દબાણો હટાવવાથી પણ ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી જાય તેમ છે. સર્કલ હટાવો ચાર રસ્તા પાસેથી ડી માર્ટને થોડું સર્વે કરાવો તો આપોઆપ થઈ જશે,તો એના માટે ફ્લાય ઓવરની જરૂર નથી. ફ્લાય ઓવરથી સર્વિસ રોડ પરની અગવડતા વધશે. સોસાયટી રેસીડેન્સના જવા આવવાના રસ્તાઓ ઉપર એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ માટે પણ અગવડતા પડશે. તો આવી બધી નાની નાની અગવડતા ના કારણે અહીંયા ફ્લાય ઓવરની રિક્વાયરમેન્ટ નથી. આ મુદ્દો એવો છે કે એવું કહી શકાય કે દરેકને ખાલી પોતાનો જ વિકાસ ગમે છે બીજાનો નહીં : મેઘના પટેલ સ્થાનિક રહીશ
આ બંધ બારણે લેવાયેલા નિર્ણય હોય છે. અમુક વર્ષો પહેલા ત્રણેક ચાર વર્ષ પહેલાં લેવાયેલા ટ્રાફિક સર્વે મુજબ અહીંયા જરૂર છે. જે તે સમયે ટ્રાફિક હશે. હાલમાં આગળ બધે રોડ ખુલી જવાથી ટ્રાફિકનું ભારણ ખૂબ જ ઓછું છે. પીક અવર્સમાં ટ્રાફિક હોય એના લીધે બ્રિજ ના બનાવાય. સવારે ટ્રાફિકના લીધે જો બ્રિજો બનાવતા રહેશો, તો વડોદરાની એકય ચોકડી કોરી ન રહે અને બાવન બાવન કરોડના પબ્લિકના પૈસે આ રીતે બ્રિજ જોડી દો છો દરેક ચોકડી પર, આ રીતે બ્રિજ થોપો તો અહીંયા વેપારીઓ જે છે, તો એ તમને જીએસટી ભરે , વેરો ભરે, પ્રોફેશનલ ટેક્સ ભરે તો એમની વ્યથા સાંભળનાર કોણ ? ધારાસભ્યને તે વખતે એમના કાને વાત પહોંચાડી હતી કે, આ લોકોનો વિરોધ છે. કેમ અટકાવાય કેમ બંધ થાય એની માટે એમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. એમણે આ ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટ તો છે માટે એમના કોઈ એવા સંતોષકારક કોઈ જવાબ ન હતો અને એમનો જવાબ એવો હતો કે સર્વે કરીને કરવામાં આવેલું છે. સર્વે હતો પણ સ્થાનિકોનું તો સાંભળો, અમારી માંગણી છે કોઈ પણ કમિટીઓ આવો તમે વાતચીત કરો, ગ્રાઉન્ડ લેવલ જુઓ અને પછી આગળ વાત કરો કે શું થાય એવું છે. જ્યારે દબાણ દૂર કરીને સોલ્યુશન આવી જાય છે. તો 52 કરોડ શું કરવા બગાડવાના : કિસન માથુર સ્થાનિક