SURAT

લગ્નસરાએ શાકભાજીનો સ્વાદ બગાડ્યો, ઉંધિયાની પાપડી અને લસણના ભાવ જાણી ચક્કર આવી જશે!

સુરત: વધતી ઠંડી અને લગ્નસરાની સિઝન વચ્ચે સુરત એપીએમસીમાં આજે 20 કિલો સુકા લસણનો ભાવ 4600 અને પાપડીનો ભાવ 4500 બોલાયો હતો. જ્યારે રતાળુ 2800 રૂપિયા, રીંગણ 2000 રૂપિયા, શક્કરિયાનો ભાવ 900, બટાકાં 700 રૂપિયાનાં ભાવે વેચાયા હતાં.

  • સુરત APMCમાં ઊંધિયા અને ઊંબાડિયાએ સુરતીઓના શિયાળાયાના શાકભાજીના ટાઈમટેબલને ઊંધા કરી નાંખ્યા
  • રતાળુ, રીંગણ, શક્કરિયા, બટાકાં સહિત ઊંધિયાની તમામ સામગ્રીના 20 કિલોનાં ભાવ દઝાડી દેનારા
  • ઊંધિયાની ડીમાન્ડ વધતા શાકભાજીના ભાવ આસમાને: લસણના 4600, પાપડીના 5000

શાકભાજી મોંઘી થતાં ઊંધિયું અને ઉંબડીયામાં પાપડીની માત્રા ઘટી રહી છે. વટાણા સીંગનો ભાવ ક્વોલિટી વાઇઝ 2000 થી 2600 રહ્યો હતો. તુવેર સિંગ 900 થી 1900, ચોળી 1200 થી 900, ગુવાર 1000 થી 1800, સારી ક્વોલિટીનું ફ્લાવર 1000 રૂપિયા, ભીંડા 1160, મોટા કાંદા 1060, સુરણ 900 થી 1000 રૂપિયા, ટામેટા 500 થી 1100 રૂપિયા, ટિંડોળા 700/100, ગીલોડા 1000 થી 2000 રૂપિયા, લીંબુ ક્વોલિટી મુજબ 400 થી 1000 રૂપિયા, તુરીયા 1000 થી 1200, ચીભડાં 1060, પરવળ 1200 થી 1700 રૂપિયાનાં ભાવે વેચાયા હતાં.

સુરત એપીએમસીનાં સૂત્રોના જણાવ્યા મુજબ ઓછી સપ્લાય અને વધુ સંખ્યામાં લગ્નમાં શાકભાજીની ડિમાન્ડને પગલે નવેમ્બર અંતમાં શિયાળાની ઋતુમાં ભાવ ઘટ્યા નથી.

ભાજીપાલાના ભાવ પણ આસમાને, લીલું લસણ 3000 થી 5000 રૂપિયા
સામાન્ય રીતે શિયાળાની ઠંડીમાં લીલા શાકભાજી અને ભાજીપાલાનાં ભાવ ઘટતાં હોય છે. પણ મોટી સંખ્યામાં લગ્નસરાને લીધે માલની વધુ ખપતને લીધે ભાવો ઘટ્યા નથી.

લીલા શાકભાજીમાં પાલક 800/1200, ચોલાઈની ભાજી 1200 રૂપિયા, મેથો 1800/2400, મેથીની ભાજી 1400, લીલા ધાણા 2400, લીલુ લસણ 3000 થી 5000 રૂપિયા, લીલા કાંદા 3000, કચુંબરનાં મુળા 800 રૂપિયે ,નંદુરબાર G-4 મરચા 1200, પીકાડોર મરચાં 800/900, સીમલા મરચાં 1400નાં ભાવે વેચાયા હતા.

પાપડીની અછતને કારણે ઉંબાડિયામાં હવે મકાઈ દાણા ઉમેરવાનું ચલણ વધ્યું
સુરતની જાણીતી કતારગામની પાપડીનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે, ત્યારે છોટાઉદેપુર, નર્મદા જિલ્લો અને બારડોલી પ્રદેશથી પાપડીની આવક થઈ રહી છે. પણ તે ડિમાન્ડ સામે તો ઓછી જ છે. એને લીધે ઉંબાડિયામાં પાપડીની સાથે સ્વીટ કોર્ન એટલે કે અમેરિકન મકાઈના દાણા નાખવાનું ચલણ વધ્યું છે.

Most Popular

To Top