Columns

રાજાની આંખો ખૂલી

રાજા ગુસ્સે થઇ ગયા અને બોલ્યા, ‘તેં મારો ખજાનો જોયો છે?’ સાધુએ ડર્યા વિના કહ્યું, ‘રાજન્ તમારો ખજાનો તો લોભ અને લાલચને કારણે બીજા પર કરેલી ક્રૂરતાથી ખદબદે છે એટલે મારા મતે તો તમે સૌથી મોટા રોગથી પીડાવ છો.’ રાજા ગુસ્સે થઇ ગયા, મંત્રીને થયું, રાજા આ સાધુને ફાંસીની સજા આપી દેશે એટલે વાત સંભાળવા તેઓ વચ્ચે બોલ્યા, ‘સાધુ મહાત્મા,પ્રણામ તમને શું જોઈએ છે તે હું આપું.’ સાધુ બોલ્યા, ‘મને કશું જ જોઈતું નથી…’ રાજા બોલ્યા, ‘મંત્રીજી, તમે વચ્ચે ન બોલો… આ સાધુએ મને કંગાળ અને રોગી કેમ કહ્યો તે મારે જાણવું છે?’

સાધુ બિલકુલ ગભરાયા વિના બોલ્યા, ‘રાજન, આ દુનિયામાં સૌથી મૂલ્યવાન સંપત્તિ છે.સંપૂર્ણ નિષ્ઠા અને સ્વાર્થ વિના કરેલું ‘દાન’ અને તે તો ક્યારેય એક સિક્કો પણ દાનમાં કોઈને આપ્યો નથી એટલે મારા મતે તો તમે સૌથી કંગાળ છો.’ સાધુનો જવાબ સાંભળી રાજા ચૂપ થઈ ગયા.મંત્રીજી અને બધા દરબારીઓ મનમાં રાજી થયાં. સાધુ આગળ બોલ્યા, ‘રાજન, હવે રહી વાત તમારા સૌથી મોટા રોગી હોવાની તો દુનિયામાં સૌથી મોટો રોગ છે ‘લાલચ’ અને તમે લાલચુ એટલે કે લાલચના રોગી છો એટલે જ ક્રૂરતાથી બીજાં નાનાં રાજ્યો પર ચઢાઈ કરી તેના સૈનિકો અને સામાન્ય પ્રજાને મારી તેમને લૂંટી પોતાનો ખજાનો ભરો છો.’

સાધુનો જવાબ સાંભળી રાજાની આંખો ખૂલી ગઈ. તેમણે સાધુના પગ પકડી લીધા અને કહ્યું, ‘હું શું કરું?’ સાધુ બોલ્યા, ‘રોગમુક્ત થવું હોય તો દવા છે સંતોષ. તારી પાસે જેટલો ખજાનો અને રાજ્ય છે તેનાથી સંતોષ રાખ અને જેની પાસેથી જે લૂંટ્યું છે તે તેમને સવાયું કરીને પાછું આપી દે અને સંપત્તિ મેળવવી હોય તો જાત મહેનત કર અને જે મળે તેનું દાન કર.’ રાજા સાધુએ દેખાડેલા માર્ગ પર ચાલવા લાગ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top