SURAT

‘ગો કોરોના ગો’: સુરતમાં હવે સપ્તાહના 6 દિવસ વેક્સિનેશન કરાશે

સુરત: સુરત શહેરમાં કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં કુલ 36,000 કરતા પણ વધુ હેલ્થ વર્કરો નોંધાયા છે. જેઓને હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે.

મનપા દ્વારા છેલ્લા સાત દિવસોમાં કુલ 18,181 હેલ્થ વર્કરોને વેક્સિન મુકી દેવામાં આવી છે. અને હવેથી શહેરમાં સોમવારથી શનિવાર એમ અઠવાડિયામાં કુલ છ દિવસ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે તેમ મનપાના આરોગ્ય વિભાગના ડે.કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું. ટૂંક સમયમાં હેલ્થકેર વર્કરોને વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપવાની કામગીરી પુરી થનારી હોય આવતા અઠવાડીયાથી શહેરમાં ફ્રન્ટલાઇન વર્કરોને પણ વેક્સિન આપવાનું શરૂ કરી દેવાશે તેવું મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું.

શહેરમાં જ્યારે વેક્સિનશન શરૂ કરવામાં આવ્યું ત્યારે અઠવાડિયામા માત્ર ત્રણ જ દિવસ વેક્સિન આપવામાં આવતી હતી. ત્યારબાદ ચાર દિવસ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હવે સોમવારથી શનિવાર એમ કુલ છ દિવસ વેક્સિન આપવામાં આવશે. જે અંતર્ગત શુક્રવારે શહેરમાં કુલ 80 વેક્સિનેશન સેન્ટરો પરથી 3770 હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી હતી.

કઈ તારીખે કેટલી સાઈટ પરથી કેટલા હેલ્થ વર્કરોને વેક્સિન મુકાઈ?

તારીખ—સાઈટ—વેક્સિન મુકાવનારાઓની સંખ્યા
16-01—14 —1247
19-01—14 —1297
21-01—14 —1356
23-01—28—2855
25-01—26—2577
28-01—80—5079

29-01—80—3770

કુલ—256—18,181

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top