Madhya Gujarat

ડભાસા તળાવના કિનારે ભેદી રીતે ૨૦ પક્ષી મરી ગયા, બર્ડફ્લૂની શંકા

પાદરા: પાદરા ના ડભાસા ગામે આવેલ તળાવ ના કિનારે શંકાસ્પદ ૨૦ મૃત અવસ્થામાં પક્ષીઓ દેખાદેતા કુતુહલ સર્જાયું હતું. તળાવ માં એક સાથે ૨૦ જેટલા પક્ષીઓના મોતને બર્ડ ફ્લુ ને લઇ શંકા કુશંકા ઉભી થવા પામી હતી. તમામ મૃત પક્ષીઓના સેમ્પલ લઇ તપાસ અર્થે પુના ની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

પાદરા તાલુકામાં શીયાડામાં વિદેશી તેમજ અન્ય રાજ્યો ના અને સ્થાનિક પક્ષીઓનો વધારો જોવા મળે છે. પાદરા તાલુકાના વિવિધ ગામોમાં શિયાળાની ઋતુ શરૃ થાય કે તરત દુર-દુર થી અનેક પ્રજાતિ ના પક્ષીઓનાં મહેમાન ગતિનું આગમન શરૃ થઈ જાય છે. છેલ્લા ૨૦ વર્ષથી આ પક્ષીઓ પાદરાના લુણા, મુવાલ, માસર, ડભાસા જેવા વિવિધ ગામો ના તળાવોમાં આ પક્ષીઓ પ્રજનન અર્થે આવતા હોય છે. જે પક્ષીઓ શિયાળા દરમિયાન પોતાના માળામાં ઇંડા મૂકી તેને સેવીને બચ્ચાઓનો ઉછેર કરતા હોય છે.

ત્યારે આજે  પાદરા ના ડભાસા ગામે આવેલ તળાવના કિનારે સફેદ કાકણસાર નામના એકજ જાતિના ૨૦ પક્ષીઓ નાં શંકાસ્પદ મોત થયેલા નજરે પડ્યા હતા. જેની જાન wrt સંસ્થા ના રાકેશભાઈ ને ઘટના સ્થળે પહોચ્યા હતા અને વન ફોરેસ્ટર ને જાણ કરી હતી. તેમજ પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકીભાઈ પણ પહોચ્યા હતા.

જેને પગલે ફોરેસ્ટર રાજુભાઈ ચૌધરી એ તેમની ટીમ સાથે ડભાસા તળાવ કિનારે પહોચી જઈ મૃત અવસ્થામાં પડેલ ૨૦ સફેદ કાકનસાર ને એકત્રિત કરી પાદરા પશુ દવાખાને ખસેડાયા હતા. જ્યાં તમામ મૃત પક્ષીઓના સેમ્પલ લઇ પુનાની લેબ માં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા અને પક્ષીઓના મૃતદેહનો ઊંડા ખાડા ખોદી કેમિકલ નો છંટકાવ કરી દુર ઘાયજ પાસે આવેલ નર્સરી માં નિકાલ કરવામાં આવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top