World

નાનકડા આફ્રિકન દેશનું મોટું સેક્સ સ્કેન્ડલ, 400 વીડિયો લીકઃ મંત્રી-સંત્રીઓની પત્ની, ભાભી કોઈને છોડી નહીં…

નવી દિલ્હીઃ ઇક્વેટોરિયલ ગિની (Equatorial Guinea sex scandal) નામના દેશના ઉચ્ચ હોદ્દા પરના અધિકારી બલતાસર એબાંગ એન્ગોંગાએ (Ebang Ngonga) કંઈક એવું કર્યું છે જેણે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બનાવી છે. એબાંગ એન્ગોંગાના કોમ્પ્યુટરમાંથી કેટલાય અશ્લીલ વીડિયો મળી આવ્યા છે. આ વીડિયોમાં તે અલગ-અલગ મહિલાઓ સાથે સેક્સ કરતો જોવા મળી રહ્યો છે. આ મહિલાઓમાં તેમના જ પરિવારની મહિલાઓ છે જ્યારે એક દેશના રાષ્ટ્રપતિના સંબંધી છે. તમને જણાવી દઈએ કે એન્ગોંગા પરિણીત છે અને તેને છ બાળકો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વિડિયોમાં નેશનલ ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (ANIF) ના પરિણીત ડાયરેક્ટર, બાલતાસર એબાંગ એન્ગોંગા નાણા મંત્રાલયમાં તેમની ઓફિસમાં મુખ્ય અધિકારીઓની પત્નીઓ સહિત – વિવિધ ભાગીદારો સાથે ખુલ્લેઆમ સેક્સ કરતા જોવા મળે છે.

ઇક્વેટોરિયલ ગિનીના એક ઉચ્ચ અધિકારીના સેંકડો વાંધાજનક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આ વીડિયોમાં તે અન્ય લોકોની પત્નીઓ સાથે છે. આ સ્કેન્ડલ પ્રકાશમાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ આ વીડિયોને વધુ વાયરલ ન થાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે.

આ વીડિયોમાં નેશનલ ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ANIF)ના ડાયરેક્ટર ઇબાંગ એન્ગોંગાને અલગ-અલગ મહિલાઓ સાથે જોઇ શકાય છે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે આમાં અગ્રણી અધિકારીઓની પત્નીઓ પણ સામેલ છે. એન્ગોંગા તેના ભાઈની પત્ની, રાષ્ટ્રપતિના પિતરાઈ ભાઈ અને બહેન, પોલીસ મહાનિર્દેશકની પત્ની અને 20 થી વધુ મંત્રીઓની પત્નીઓ સાથે કથિત રીતે સેક્સ કરી રહ્યો હોવાના વીડિયો સામે આવ્યા છે. તેમજ આ વીડિયો નાણા મંત્રાલયમાં એન્ગોંગાની ઓફિસમાં બનાવવામાં આવ્યો છે.

સોમવારે દેશના ઉપરાષ્ટ્રપતિ ટીઓડોરો ન્ગ્યુમા ઓબિયાંગ મંગ્યુએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે સરકાર મંત્રાલયની કચેરીઓમાં સેક્સ માણતા તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરશે. તેમનું કહેવું છે કે આ આચારસંહિતા અને જાહેર નૈતિકતાના કાયદાનું સીધું ઉલ્લંઘન છે.

આ પહેલીવાર નથી જ્યારે કોઈ અધિકારીનો ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો હોય પરંતુ આ કેસમાં એક પ્રસિદ્ધ અધિકારીની સંડોવણીને કારણે આ સ્કેન્ડલે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. ગયા અઠવાડિયે ઓબિયાંગે કહ્યું હતું કે તેણે દેશના ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય, રેગ્યુલેટર અને ટેલિફોન કંપનીઓને 24 કલાકની અંદર સોશિયલ મીડિયા પર ફરતા આ વીડિયોની પહોંચને મર્યાદિત કરવાનો આદેશ આપ્યો છે. પરિવારો બરબાદ થઈ રહ્યા છે તે સરકાર તરીકે અમે જોઈ શકતા નથી, એમ તેમણે ઉમેર્યું હતું.

400 થી વધુ વીડિયો બનાવ્યા
આ વીડિયો સૌથી પહેલા વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયો હતો. બાદમાં તે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટિક-ટોક અને અન્ય પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા. જ્યારે આ વીડિયો શરૂઆતમાં વોટ્સએપ ગ્રૂપમાં સામે આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે એન્ગોંગાએ તેની ઓફિસમાં 400થી વધુ વાંધાજનક વીડિયો રેકોર્ડ કર્યા હતા. તેના સારા દેખાવને કારણે તે બેલો તરીકે ઓળખાય છે. એબાન્ગ એન્ગોંગા પરિણીત છે. તે સેન્ટ્રલ આફ્રિકન ઈકોનોમિક એન્ડ મોનેટરી કોમ્યુનિટી કમિશનના અધ્યક્ષ બાલ્ટસાર એન્ગોંગા અડજોના પુત્ર છે.

Most Popular

To Top