Vadodara

વડોદરા મંડળ દ્વારા બે જોડી ટ્રેનો માં અસ્થાયી ધોરણે જોડવામાં આવશે વધારાના કોચ


પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરા મંડળ માંથી ચાલનારી બે જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો માં અસ્થાયી ધોરણે વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેનો માં જોડવામાં આવનારા વધારાના કોચ ની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09111/09112 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09111 વડોદરા-ગોરખપુર સ્પેશિયલ એક્સપ્રેસ માં વડોદરાથી 28 ઓક્ટોબર અને 04 નવેમ્બરે અને ટ્રેન નંબર 09112 ગોરખપુર-વડોદરા સ્પેશિયલ એક્સપ્રેસમાં ગોરખપુરથી 30 ઓક્ટોબર અને 06 નવેમ્બરના રોજ એક વધારાનો સેકન્ડ ક્લાસ નો જનરલ કોચ ઉમેરવામાં આવશે.

2. ટ્રેન નંબર 09195/09196 વડોદરા-મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 09195 વડોદરા-મઉ સ્પેશિયલ એક્સપ્રેસમાં વડોદરાથી 02 નવેમ્બર અને 09 નવેમ્બર તથા ટ્રેન નંબર 09196 મઉ-વડોદરા સ્પેશિયલ એક્સપ્રેસમાં મઉ થી 03 નવેમ્બર અને 10 નવેમ્બરના રોજ એક વધારાનો સેકન્ડ ક્લાસ નો જનરલ કોચ ઉમેરવામાં આવશે.

ટ્રેનો ના સ્ટોપેજ ના સમય અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Most Popular

To Top