Business

આપો માન

સવારે રાઘવ અને રીના જલ્દી તૈયાર થઈને ઓફિસે જવા નીકળ્યાં. રસ્તામાં તેમની કાર એ ટ્રાફિક સિગ્નલ પાસે ઊભી રહી. ક્યાં આગળ એક નાનકડો છોકરો ખુલ્લા પગે હાથમાં થોડા ગુલાબ લઈને સિગ્નલ પર ગુલાબ વેચવા માટે આમથી તેમ દરેક ગાડી પાસે દોડાદોડી કરતો હતો.  નાનકડો છોકરો દોડતો દોડતો રાઘવની ગાડી પાસે આવ્યો. રીનાને દયા આવી. તેણે છોકરા પાસેથી એક ગુલાબ લીધું, ‘મેડમ દસ રૂપિયા.’રીના બોલી, ‘અરે આટલા બધા પૈસા હોય?’છોકરો કંઈ બોલ્યો નહીં. તેણે ચૂપચાપ રીનાએ પાંચ રૂપિયા આપ્યા તે લઈ લીધા.  રાઘવ આ બધું જોતો હતો.

તેણે છોકરાને કહ્યું, ‘બધા ગુલાબના કેટલા પૈસા?’છોકરાને થયું રાઘવ મજાક કરે છે. તે આગળ કંઈ બોલ્યો નહીં એટલે રાઘવે ફરી પૂછ્યું, ‘દોસ્ત, બધાં જ ફૂલો આપી દે.કેટલા પૈસા લઈશ?’રીના વચ્ચે બોલી, ‘અરે, તમને તો કંઈ સમજાતું નથી. આ બધાં ફૂલનું આપણે શું કરીશું?’રાઘવે તેને ઈશારામાં ચૂપ રહેવા કહ્યું અને છોકરા ને ૧00 રૂપિયા આપી બધા ગુલાબ ખરીદી લીધાં. રાઘવે ગાડી આગળ ચલાવી; થોડી વારમાં રાઘવ અને રીનાની ગાડી ઓફિસના કમ્પાઉન્ડમાં પહોંચી.ચોકીદારે સલામ કરી દરવાજો ખોલ્યો.

રાઘવ અને રીના નીચે ઊતર્યાં. રાઘવના હાથમાં ગુલાબનાં ફૂલ હતાં. સૌથી પહેલાં રાઘવે એક ગુલાબનું ફૂલ વોચમેનના હાથમાં આપ્યું અને કહ્યું, ‘તું રોજ ઓફિસની ચોકીદારી કરે છે અને બધાનું ધ્યાન રાખે છે તે માટે તારો ખૂબ ખૂબ આભાર. ચોકીદાર હાથમાં ગુલાબનું ફૂલ લઈને ખુશ ખુશ થઈ ગયો. તેણે રાઘવનો આભાર માન્યો. રીના અને રાઘવ ઓફિસમાં અંદર ગયાં. ઓફિસમાં રાઘવે સૌથી પહેલાં ઓફિસ સાફ કરનાર રમાબાઈને બોલાવી અને કહ્યું, ‘આ ગુલાબનું ફૂલ ખાસ તમારે માટે.

તમે રોજ ઓફિસ અમે આવીએ તે પહેલાં ચકાચક સાફ કરીને રાખો છો તો અમે કામ શરૂ કરી શકીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.’રમાબાઈ તો ફૂલ હાથમાં લેતાં આંખોમાં આંસુ સાથે રડવા લાગ્યાં અને રાઘવનો આભાર માનવા લાગ્યાં. રાઘવે ઓફિસમાં બધાને ચા પાણી અને કોફી નાસ્તો આપનાર પ્યુનને બોલાવીને તેને ફૂલ આપતાં કહ્યું, ‘રમેશ, તું બધાનું ધ્યાન રાખે છે. સમયસર ચા પાણી પીવડાવે છે.

તારો ખૂબ ખૂબ આભાર.’રમેશ પણ એકદમ ખુશ થઈ ગયો.  રીના ક્યારની આ બધું જોતી હતી અને તેના મોઢા પર હાસ્ય હતું. રાઘવે રીના સામે જોયું અને કહ્યું, ‘રીના, આ જો મેં ગુલાબનાં ફૂલોનો સુંદર ઉપયોગ કર્યો. હવે આ બાકીના ફૂલો તું લઈ લે અને તને ઠીક લાગે તેને આપજે. એક ફૂલ પણ સામેવાળાને કેટલી ખુશી આપી શકે છે.’  આપણે પણ આપણી સાથે કામ કરનારાં લોકો સાથે આવી નાની નાની ખુશી વહેંચી તેમને ખુશી આપવી જોઈએ અને તેમનું સન્માન કરતાં રહેવું જોઈએ. ફૂલની બહુ કિંમત નથી પણ આપણે કરેલી કદર અને તેમને આપેલું માન મહામૂલ્ય
હોય છે.

સવારે રાઘવ અને રીના જલ્દી તૈયાર થઈને ઓફિસે જવા નીકળ્યાં. રસ્તામાં તેમની કાર એ ટ્રાફિક સિગ્નલ પાસે ઊભી રહી. ક્યાં આગળ એક નાનકડો છોકરો ખુલ્લા પગે હાથમાં થોડા ગુલાબ લઈને સિગ્નલ પર ગુલાબ વેચવા માટે આમથી તેમ દરેક ગાડી પાસે દોડાદોડી કરતો હતો.  નાનકડો છોકરો દોડતો દોડતો રાઘવની ગાડી પાસે આવ્યો. રીનાને દયા આવી. તેણે છોકરા પાસેથી એક ગુલાબ લીધું, ‘મેડમ દસ રૂપિયા.’રીના બોલી, ‘અરે આટલા બધા પૈસા હોય?’છોકરો કંઈ બોલ્યો નહીં. તેણે ચૂપચાપ રીનાએ પાંચ રૂપિયા આપ્યા તે લઈ લીધા.  રાઘવ આ બધું જોતો હતો. તેણે છોકરાને કહ્યું, ‘બધા ગુલાબના કેટલા પૈસા?’છોકરાને થયું રાઘવ મજાક કરે છે. તે આગળ કંઈ બોલ્યો નહીં એટલે રાઘવે ફરી પૂછ્યું, ‘દોસ્ત, બધાં જ ફૂલો આપી દે.

કેટલા પૈસા લઈશ?’રીના વચ્ચે બોલી, ‘અરે, તમને તો કંઈ સમજાતું નથી. આ બધાં ફૂલનું આપણે શું કરીશું?’રાઘવે તેને ઈશારામાં ચૂપ રહેવા કહ્યું અને છોકરા ને ૧00 રૂપિયા આપી બધા ગુલાબ ખરીદી લીધાં. રાઘવે ગાડી આગળ ચલાવી; થોડી વારમાં રાઘવ અને રીનાની ગાડી ઓફિસના કમ્પાઉન્ડમાં પહોંચી.ચોકીદારે સલામ કરી દરવાજો ખોલ્યો. રાઘવ અને રીના નીચે ઊતર્યાં. રાઘવના હાથમાં ગુલાબનાં ફૂલ હતાં. સૌથી પહેલાં રાઘવે એક ગુલાબનું ફૂલ વોચમેનના હાથમાં આપ્યું અને કહ્યું, ‘તું રોજ ઓફિસની ચોકીદારી કરે છે અને બધાનું ધ્યાન રાખે છે તે માટે તારો ખૂબ ખૂબ આભાર. ચોકીદાર હાથમાં ગુલાબનું ફૂલ લઈને ખુશ ખુશ થઈ ગયો. તેણે રાઘવનો આભાર માન્યો. રીના અને રાઘવ ઓફિસમાં અંદર ગયાં.

ઓફિસમાં રાઘવે સૌથી પહેલાં ઓફિસ સાફ કરનાર રમાબાઈને બોલાવી અને કહ્યું, ‘આ ગુલાબનું ફૂલ ખાસ તમારે માટે. તમે રોજ ઓફિસ અમે આવીએ તે પહેલાં ચકાચક સાફ કરીને રાખો છો તો અમે કામ શરૂ કરી શકીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.’રમાબાઈ તો ફૂલ હાથમાં લેતાં આંખોમાં આંસુ સાથે રડવા લાગ્યાં અને રાઘવનો આભાર માનવા લાગ્યાં. રાઘવે ઓફિસમાં બધાને ચા પાણી અને કોફી નાસ્તો આપનાર પ્યુનને બોલાવીને તેને ફૂલ આપતાં કહ્યું, ‘રમેશ, તું બધાનું ધ્યાન રાખે છે. સમયસર ચા પાણી પીવડાવે છે.

તારો ખૂબ ખૂબ આભાર.’રમેશ પણ એકદમ ખુશ થઈ ગયો.  રીના ક્યારની આ બધું જોતી હતી અને તેના મોઢા પર હાસ્ય હતું. રાઘવે રીના સામે જોયું અને કહ્યું, ‘રીના, આ જો મેં ગુલાબનાં ફૂલોનો સુંદર ઉપયોગ કર્યો. હવે આ બાકીના ફૂલો તું લઈ લે અને તને ઠીક લાગે તેને આપજે. એક ફૂલ પણ સામેવાળાને કેટલી ખુશી આપી શકે છે.’  આપણે પણ આપણી સાથે કામ કરનારાં લોકો સાથે આવી નાની નાની ખુશી વહેંચી તેમને ખુશી આપવી જોઈએ અને તેમનું સન્માન કરતાં રહેવું જોઈએ. ફૂલની બહુ કિંમત નથી પણ આપણે કરેલી કદર અને તેમને આપેલું માન મહામૂલ્ય
હોય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top