ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ટુ વ્હીલર ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની લાલ આંખ, 9 બુલેટ ડીટેન
વડોદરા તારીખ 16
વડોદરા શહેરમાં રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટમાં ફટાકડા ફોડી, તીવ્ર ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર 9 બુલેટ એમ.વી.એક્ટ હેઠળ ડીટેઇન કરી ચાલકો વિરુદ્ધ ટ્રાફિક શાખા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી દિવાળીના તહેવાર દરમિયાન પણ આવા બુલેટ અને બાઈક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો તથા મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ અને બાઈક ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી હતી. જેના આધારે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે અને રાત્રીના સમયે પશ્વિમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ ચાલકો દ્વારા ફટાકડા ફોડી, તિવ્ર ઘોઘાટ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતા મળી આવતા 9 બુલેટ ચાલકોને ઝડપી પાડયા હતા અને તેમના વાહનો ડીટેઈન કરી એમવી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આગામી દિવાળી તહેવારો દરમ્યાન પણ મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ અને બાઈક ચાલકો વિરુધ્ધમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.