Vadodara

વડોદરા : વાઘોડિયામા ગાંઘી જયંતી નિમીત્તે સ્વચ્છતાનો ફિયાસ્કો..

નગરપાલીકાએ ગાંઘી ઊઘ્યાનમા ગંદકી અને કચરાના ઢગ દુર કરવા દુર્લક્ષ સેવ્યુ :

વહિવટદાર જો જાગૃત ના હોય તો પ્રજા કેમ કરી જાગશે :

સ્વચ્છતા હિ સેવા અંતર્ગત વડાપ્રઘાન મોદિ સાહેબ સ્વચ્છતાની ગમે તેટલી અપીલ કરે પરંતુ વાઘોડિયા નગર પાલીકાના વહિવટદાર ઘ્વારા ગાંઘી જયંતીપર ગાંઘી પ્રતીમા ની આસપાસ અને ઊધ્યાનમા નંખાયેલ કચરો અને ઝાડી ઝાંખરા સાફ કરાવા અસમર્થ રહ્યા છે.નહિ તો સ્વચ્છતા જાડવવા નથી માગતા.જેના કારણે નગરજનો દુખની લાગણી અનુભવી રહ્યા છે.નગરજનોમા ચર્ચા છે કે નગરપાલીકાના વહિવટદારજ જો જાગૃત ના હોય તો પ્રજા સ્વચ્છતા પ્રત્યે કેમ કરી જાગશે.ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હિ સેવા હેઠળ લોકજાગૃતી અંગે સરકારી અઘિકારીઓ ઘ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઊજવણીના ભાગ રુપે વિવિઘ કાર્યક્રમો યોજી સ્વચ્છતા પ્રત્યે પ્રજામા જાગૃતી લાવવાના પ્રયાસો હાથ ઘરાયા છે,મોદિજીના જન્મદિનથી લઈ આજે ગાંઘી જયંતી સુઘી નગર અને જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાડવવા આહ્વાન કરવામા આવ્યુ હતુ.તે મુજબ લોકભાગીદારીથી શેરી, ગામ, જાહેર સ્થળો વગેરે પર સ્વચ્છતા કરવાની હતી. જોકે વાઘોડિયા નગરપાલીકા જાગૃત બનવા માંગતી ના હોય તેમ બિલકુલ નગરપાલીકાને અડીને આવેલ ગાંઘી ઊઘ્યાનની દશા ઝાંડી ઝાંખરા, કચરા અને ઊગી નિકડેલા ઘાસના કારણે દયનીય બની છે. આજે વાઘોડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંઘી પ્રતીમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી , ગાંઘીજી અમર રહોના નારા લગાવ્યા હતા.પરંતુ ગાંધીજી ની પ્રતિમા અને આસપાસ કચરાના ઢગ જોઈને ગાંઘીજયંતીના અવસરે ગાંઘીજીના વિચારોનુ મોલ નહિ સમજનાર વહિવટી તંત્રપર રોષ ઠાલવ્યો હતો.ગાંઘીજી પ્રતીમા હોઝમા દુર્ગંઘ યુક્ત ગંદુ લિલ અને કચરા વાડુ પાણી અને તેની આસપાસનો કચરો સાફ કરવાની ખાસ જરુર હતી.જોકે પાલીકાને આ માટે ફુરસદ નથી એવુ લાગી રહ્યુ છે. ગાંધી ઉદ્યાનની દુર્દશા જોઈ કોંગ્રેસી કાર્યકર્તાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું .લાખોના ખર્ચે પાવરગ્રેડ ઘ્વારા રિનોવેશન કરાવ્યા બાદ પણ ઝાડવણીના અભાવે ગાંઘી ઊઘ્યાનના પાથ અને ખુણાઓ કચરાના ઢગથી શોભી રહ્યા છે. નગરમા એક માત્ર ગાંઘી ઊઘ્યાન નગરજનો માટે હોય ત્યા રમતગમતના સાઘનો પર ઝાડીઝાંખરાના વિંટડાઈ વડ્યા છે.મુખ્ય ગેટથીજ જયા ત્યાં કચરો નાંખેલો જોવા મડી રહ્યો છે.સિનીયર સિટીજનો માટેના બાંકડા તુટી ગયા છે તેવામા વહિવટી તંત્ર અને ચુંટાએલા પ્રતીનિઘીઓ આજના ગાંઘી જયંતી અવસરને દિપે તેમ ઊઘ્યાનમા સ્વચ્છતા જાડવી હોત તો પણ ઘણુ હતુ.જયારે દેશના વડાપ્રઘાન આહ્વાન કરે તો આખો દેશ મોદિજીના મિશનને સફળ બનાવવા એક જુથ થઈ જાય છે ત્યારે સ્વચ્છતા પ્રત્યે આળસુ બનેલ વાઘોડિયા નગરપાલીકા તંત્ર અને વહિવટદારને જાણે સરકારની વાતને ઘોઈ પી રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે.જેના કારણે ગાંઘીપ્રેમીઓમા દુખની લાગણી પ્રસરેલી જોવા મડી રહિ છે.જિલ્લા વહિવટી તંત્રએ એકવાર સરપ્રાઈઝ ચેકીંગ કરી અહિના અઘિકારીઓની કામગીરી નજરે નિહાડે તો વાસ્તવિક્તા નજરે ચઢે તેમ છે. નારણભાઈ પટેલ વાઘોડિયા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સરકાર ગાંઘીજીના ચશ્માનો લોગો બનાવી સ્વચ્છ ભારતની અપીલ કરે છે. પરંતુ અહિના અઘિકારીઓ કાગડપર સ્વચ્છતા બતાવે છે એ અમારા અને સમગ્ર તાલુકાની જનતા માટે દુખની વાત છે. ગાંઘી જયંતી નિમીતે પ્રતીમાની આસપાસ અને કચરાના ઢગ જોતા લાગે છે કે ગાંઘીજીના વિચારોનો અમલ નથી થઈ રહ્યો. સાદિક મન્સુરી લઘુમતી મોરચા પ્રમુખ, વાઘોડિયા ગાંધીજીનું સ્વપ્ન સ્વચ્છ ભારતનું હતું પરંતુ મને નથી લાગતું કે ગાંધીજીને સપનું અને નરેન્દ્ર મોદીનું સ્વપ્નુ તંત્ર પુરૂ કરે, આ ગંદકી અને કચરાના ઢગ જોઈને લાગે છે માત્ર વાતોજ કરાય છે હકીકતમાં સ્વચ્છતા કરવામાં આવતી નથી.

Most Popular

To Top