પાંચમી નવેમ્બર ૨૦૨૪ ના રોજ અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી છે . જેમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપપ્રમુખ કમલા હેરિસ વચ્ચે ૧૦ મી સપ્ટેમ્બર ના રોજ એબીસી ન્યૂઝ ચેનલ દ્વારા ડિબેટ યોજાઇ હતી. આ પ્રકારની ડિબેટના નિયમો ખૂબ જ જાણવા લાયક છે. ડિબેટનું સંચાલન ડેવિડ મૂર તથા લિમ્સી ડેવિડ દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક ઉમેદવારને જવાબ આપવા માટે બે મિનિટનો સમય આપવામાં આવે છે. પ્રત્યુતર માટે બે મિનિટ આપવામાં આવે છે તથા ખુલાસો કરવા માટે એક મિનિટનો સમય આપવામાં આવે છે.
જ્યારે એક ઉમેદવાર પોતાની વાત રજૂ કરતા હોય ત્યારે બીજા ઉમેદવારે પોતાનું માઇક્રોફોન બંધ રાખવાનું હોય છે. કોઈપણ ઉમેદવાર સામ સામે સવાલ પૂછી શકતા નથી .આ ડિબેટ દરમિયાન બંને ઉમેદવારોએ પોડીયમ ની પાછળ જ ઉભા રહેવાનું હોય છે. ડિબેટ અગાઉ કોઈપણ ઉમેદવારને કોઈપણ સવાલ કે ટીપ્સ આપવામાં આવતી નથી. ડિબેટ ની શરૂઆત ટોસ ઉછાળી કરવામાં આવી હતી . ટ્રમ્પ ટોસ જીત્યા અને તેઓએ છેલ્લે ક્લોઝિંગ રિમાર્ક આપવાનું પસંદ કર્યું હતું. જ્યારે કમલા હેરિસને પોડિયમની પસંદગી કરવાની તક મળી હતી , તેઓએ જમણી બાજુનુ પોડિયમ પસંદ કર્યું હતું.
ડિબેટ ની શરૂઆત માં બંને ઉમેદવારના પરિચય આપવામાં આવેલ હતા. ત્યારબાદ ચર્ચા શરૂ કરવામાં આવી હતી. માત્ર સંચાલક જ પ્રશ્ન પૂછી શકે છે. ડિબેટ દરમિયાન બંને ઉમેદવારોને પેન, નોટબુક તથા પાણીની બોટલ આપવામાં આવે છે . કોઈપણ પ્રકારની નોટ કે સાહિત્ય પોતે સાથે રાખી શકતા નથી . બે કોમર્શિયલ બ્રેક હોય છે. તેમાં બંને ઉમેદવાર કોઈ પણ સાથે વાત કરી શકતા નથી કે સલાહ સુચન લઈ શકતા નથી.
આ ડિબેટ નો હેતુ અમેરિકન મતદાતાઓને જાણકારી આપવા હોય છે. કોઈપણ જાતના મનોરંજનને સ્થાન નથી. આ ડિબેટમાં અમેરિકાની આર્થિક પરિસ્થિતિ, એમ્પ્લોયમેન્ટ , ઇમિગ્રેશન પોલીસી, ગર્ભપાત વિશે સવિસ્તાર વાતો થઈ હતી. દરેક ઉમેદવારે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ફાસ્ટ ચેક એક અગત્યનો પોઇન્ટ છે. એમાં કોઈ પણ ઉમેદવાર કોઈ પણ રજૂઆત કરે તો તેઓ તરત જ તેઓ ફાસ્ટ ચેક કરીને સાચા છે કે ખોટા જણાવી શકે છે. આ પ્રકારની ડિબેટ ખૂબ જ અનુકરણીય છે.
અમેરિકા – ડૉ ચંદ્રેશ જરદોશ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
ગાંધીજી મેનેજમેન્ટ ગુરુ હતા
મેનેજમેન્ટનું મુખ્ય કામ લોકોને પ્રેરણા અને દિશા પુરી પાટવાનું છે. મેનેજમેન્ટ આપણી સંસ્કૃતિનાં મૂળીયા સુધી પહોંચીને કામ કરે છે અને ગાંધીજી આ બાબતમાં ન માત્ર ભારત દેશ પરંતુ સમગ્ર વિશ્વને પ્રેરણા અને દિશા બતવવાનું કામ કર્યું છે. કોઈ પણ મેનેજમેન્ટ ગુરુ કે મેનેજમેન્ટની માંધતા ગણાતી કંપની ગાંધીજીના મેનેજમેન્ટને આવગણી શકે એમ નથી. ગાંધીજીનું મેનેજમેન્ટ કાંઈ કોઈ ઈન્સિટ્યુટનું મોહતાજ ન હતું. મેનેજમેન્ટનો કોઈ અભ્યાસ ન હતો. પણ રોજબરોજના જીવનમાંથી કઈ રીતે મેનેજમેન્ટની બાબતો શીખવી. મેનેજમેન્ટની સ્કુલ જેવા ગાંધીજી એમનું સમગ્ર જીવન મેનેજમેન્ટ શીખવા અપણા માટે મુકી ગયા છે. – મેનેજમેન્ટ ગુરુ પીટરડ્યુકર
સુરત – ડાહ્યાભાઈ પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે