National

પ્રમુખ પદ રાહુલ ગાંધી નહીં, પરંતુ મનમોહનસિંહને જોવા માગે છે કોંગ્રેસના કાર્યકર્તાઓ: સર્વે

નવી દિલ્હી (New Delhi): કોંગ્રેસ (Indian National Congress-INC) ઘણા સમયથી સત્તાામાંથી બહાર થઇ ગયુ છે, અને એ વાત હવે એટલી ઉઘાડી પડી ગઇ છે કે પાર્ટીના ટોચના નેતાઓ જ જાહેરમાં આ વાત સ્વીકારી રહ્યા છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાથી કોને નવો પાર્ટી પ્રેસીડન્ટ બનાવવાો એ અંગે મૂંઝવણો, ગૂંચવણો અને વિવાદ ચાલી રહ્યા છે. બીજી બાજુ પાર્ટીની રાષ્ટ્રવ્યાપી કમાન તો ક્યારની નબળી પડી જ ગઇ છે.

છેલ્લા કેટલાક દિવસથી એવી વાતો ચાલી રહી છે કે હાલમાં રાજસ્થાનામાં મુખ્યમંત્રી પદ સંભાળતા પાર્ટીના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતને પાર્ટી પ્રેસીડન્ટ (Party President) બનાવવામાં આવે પરંતું એક રીતે જોવા જઇએ તો પાર્ટીમાં ચિદમ્બરમ, કપિલ સિબ્બલ, શશી થરૂર જેવા ઓલરાઉન્ડર અને સૌથી મહત્વનું એટલે કે પાર્ટીના વફાદાર એવા નેતાઓની કમી નથી. આપણે બધા જ જાણીએ છીએ કે પાર્ટી પર પરિવારવાદને આગળ વધારવાનો આક્ષેપ છે.

ઘણા લોકો રાહુલ ગાંધીને પાર્ટી પ્રેસીડન્ટ બનાવવાના સમર્થનમાં છે. પણ બધાનું જ કહેવું છે કે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી પણ મોદી સામે તાકાતવર પૂરવાર થાય એમ નથી. ગત ઑગસ્ટ મહિનામાં પાર્ટીમાં રાહુલ ગાંધીને પાર્ટી પ્રેસીડન્ટ બનાવવાન સમર્થનમાં 23 % નેતાઓ હતા. હવે આ આંકડો 15 %થી નીચે જતો રહ્યો છે.

હાલમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સામાન્ય લોકોને પૂછવામાં આવ્યુ હતુ કે તેઓ કોંગ્રેસના કયા નેતાને પાર્ટીના નવા પ્રેસીડન્ટ તરીકે જુએ છે તો સર્વેમાં 16 % જેટલા લોકોએ આ પદ માટે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું (Dr. Manmohan Singh) નામ આપ્યુ છે. આ જ સર્વેમાં 12 % લોકોએ સચિન પાયલોટનું (Sachin Pilot) નામ પણ આપ્યુ હતુ. જણાવી દઇએ કે એક સમયની સૌથી શક્તિશાળી પાર્ટી કોંગ્રેસ પાસે હાલમાં ફક્ત પાંચ રાજ્યો જ છે, એમાંય બે રાજ્યોમાં ગઠબંધનની સરકાર છે. દેખીતું છે કે કોંગ્રેસમાં શક્તિશાળી નેતૃત્વના અભાવે ઘણા નેતાઓ BJP માં જોડાયા છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ મોખરે છે. આ સિવાય થોડા મહિના પહેલા કોંગ્રેસના ચાણ્ક્ય અહેમદ પટેલના (Ahmed Patel) નિધન પછી પણ પાર્ટીના અસતિત્વ અંગે ઘણા પ્રશ્નો ઉઠ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top