Gujarat Main

રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્દઘાટન કરતી વેળા PM મોદીએ કહ્યું, દેશના દરેક ઘરમાં વીજળીનું ઉત્પાદન થશે

અમદાવાદઃ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને સવારે વાવોલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરની મુલાકાત લીધી હતી. ત્યાં સોલાર સિસ્ટમ નિહાળી હતી. લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

ત્યાર બાદ સવારે 10.30 કલાકે વડાપ્રધાને મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાને અહીં ચરખો ચલાવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે, ભારત દેશ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતે વિશ્વને મિશન લાઈફનો મંત્ર આપ્યો છે. ગ્રીન ટ્રાન્ઝિક્શન પર સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. ભારતે રેલવેને પણ નેટ ઝીરો બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. નેટ ઝીરો એટલે ટ્રેનના ડબ્બામાં રોજ 1 કરોડ લોકો મુસાફરી કરે છે એટલે અમે નેટ ઝીરો બનાવવાનું નક્કી કર્યું છે.

ભારતના લોકોએ ગામડાઓમાં હજારો અમૃત સરોવર બનાવ્યા છે. ભારતમાં લોકો પોતાની માતાના નામ છોડ વાવી રહ્યાં છે. ભારતમાં રિન્યુએબલ એનર્જીની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. એનર્જી જનરેશનમાં જ નથી પણ ઉત્પાદન ક્ષેત્રે પણ પુરી સંભાવના છે. ભારત સાચી માન્યતામાં એક્સપેન્સનની તરફ સારા વળતરની ગેરન્ટી આપે છે. આ ક્ષેત્રમાં રોકાણ માટે બીજી કોઈ જગ્યા ન હોઈ શકે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમારૂ લક્ષ્ય ટોપ પર પહોંચવાનું નથી પણ ટોપ પર ટકી રહેવાનું છે. અમે એનર્જી પર આધારીત નથી. આથી અમે સોલાર પાવર, ન્યૂક્લિયર પાવર, વિન્ડ પાવર પર રહેવા નિર્ણય લીધો છે. જી20 દેશના સમુદાયમાં અમે એકલા છીએ જે કરીને બતાવ્યું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીને પાર પાડવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છીએ.

અમારી PM સૂર્ય ઘર વીજળી યોજનાની સ્ટડી કરવી જોઈએ. આ યોજનાથી ભારતનું એક એક ઘર પાવર પ્રોડ્યુસર બનવા જઈ રહ્યું છે. સવા ત્રણ લાખ ઘરમાં આ યોજના હેઠળ ઇન્સ્ટોલેશનનું કામ પૂરું થઈ ગયું છે. એક નાનો પરિવાર 250 યુનિટ વીજળીની ખપત છે તે હવે 25 હજારની કુલ બચત કરશે. એટલે 25 હજારનો ફાયદો થશે.

ભારત 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, વિદેશી મહેમાનોને નવાઈ લાગશે કે ભારતમાં 7 કરોડ ઘર બનાવવામાં આવી રહ્યાં છે. ભારત સરકારે ગ્રીન એનર્જી અંગે મોટા નિર્ણય લીધા છે. ભારત આવનારા સમયમાં 31 હજાર મેગા વોટ પાવર ઉત્પાદન કરશે. જે ધરતી પર સૂર્ય ક્રાંતિનો ઉદય થયો છે ત્યાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આવનારા 3 દિવસ સુધી એનર્જીનું ફ્યુચર, ટેકનોલોજી અને પોલિસી પર ગંભીર ચર્ચા થશે. આ કોન્ફરન્સથી એકબીજાથી શીખીશું.

ગુજરાત ગ્રીન એનર્જી ઈન્વેસ્ટમેન્ટનું મોટું હબ બન્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, PM મોદી દીર્ધદ્રષ્ટિ ધરાવતા નેતા છે. તેઓ સમયથી આગળ ચાલે છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ક્લાઇમેન્ટ ચેન્જ મિનિસ્ટરી ડિપાર્ટમેન્ટ બનાવ્યું હતું. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારથી જ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રમાં અને કામો થયા છે. ગુજરાત દેશમાં સોલર એનર્જી ક્ષેત્રમાં બીજા ક્રમે છે. કચ્છના ખાવડામાં સોલર એનર્જી પાર્ક બની રહ્યો છે. આ સેક્ટરનું યોગદાન 54 ટકા છે. રાજ્ય સરકારે ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવી છે. વાઇબ્રન્ટ 2024 માં ગ્રીન હાઈડ્રોજન મિશનની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વમાં ક્લાયમેન્ટ ચેન્જની વાતો થઈ રહી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ ક્લાયમેન્ટ ચેન્જ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી દીધી હતી. રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત લિડિંગ સ્ટેટ છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ બનશે. ઊર્જા સંગ્રહ માટે ગુજરાતમાં 50 જગ્યા આઇડેન્ટીફાય કરી લીધી છે. ગુજરાત ગ્રીન એનર્જીના રોકાણ માટેનું હબ બની ગયું છે.

Most Popular

To Top