નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત તેના લીધેલા નિર્ણયમાં પ ીછેહઠ કરવી પડી છે. 8 ઓગસ્ટ લોકસભામાં મોદીજીની સરકારે મોટા ઉપાડે વકફ એમેન્ડમેન્ટ એકટ રજૂ તો કરી દીધો. પણ આ વક્ફ એકટની સામે ભાજપના જ સાથી પક્ષોએ વિરોધ કરતાં આ બીલ જે.પી.સી. (જોઈન્ટ પાર્લામેનટરી કમિટિ)ને સોંપવું પડયું. છેલ્લા 10 વર્ષમાં પહેલી વાર મોદીજીની સરકારે કોઇ બીલ જે.પી.સી.ને સોંપ્યું. 13 ઓગસ્ટ – મોદી સરકારે સોશિયલ મિડિયાને નાથવા માટે બનાવેલું બ્રોડકાસ્ટિંગ બિલ વિપક્ષો અને સાથી પક્ષોના વિરોધને કારણે પાછું ખેંચવું પડયું સરકારના આ બિલને મીડિયાએ રાક્ષસી ગણાવેલો, મીડિયાએ કહ્યું કે આ બિલને કારણે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ આવી જશે. વિપક્ષો પણ આ મુદ્દે લડાયક મૂડમાં હોવાથી સરકારે શરણાગતિ સ્વીકારી, હવે બ્રોડકાસ્ટિંગ બિલનો નવાં ખરડો બહાર પાડવાની સરકારે જાહેરાત કરી છે પણ એમાં સોશિયલ મીડિયાને નાથવા માટેની જૂની જોગવાઈઓ નહિ હશે.
30 ઓગસ્ટ – યુપીએસસી (યુનિઅન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાહેર ખબર બહાર પાડયા વગર કલાસ વન ઓફિસરની ભરતી કરવી તેને ‘લેટરલ એન્ટ્રી’ કહેવાય . મોદી સરકારે લેટરલ એન્ટ્રિ દ્વારા ભરતી રદ કરવાનો નિર્ણય લેવો પડયો છે. યુપીએસસી કેન્દ્ર સરકારમાં વિવિધ મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેકટર પદે નિમણૂંક કરવા માટે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરે છે. આ મુદ્દે ચિરાગ પાસવાને વિરોધ કર્યો. એણે કહ્યું કે સરકાર દલિત, ઓબીસી અને આદિવાસીઓની અનામત છિનવી રહી છે. સરકારની છેલ્લા પખવાડિયામાં લીધેલા ત્રણ નિર્ણયો સાથી પક્ષો અને વિરોધ પક્ષના વિરોધને કારણે પડતા મૂકવા પડયા છે. એ જ ભાજપ છે- એજ વડાપ્રધાન મોદી છે- પણ સમય એ નથી. સમય બદલાયો છે. મોદીજીએ અહંકાર ત્યજીને ઝુકતા રહેવાનું શીખવું પડશે!
સુરત – ડૉ. કિરીટ ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.