ગાળી ફિલ્મો યાદ કરીએ તો ઉત્તમકુમારઅને સુચિત્રાસેન જ વધારે યાદ આવે છે. પ્રાદેશિક ફિલ્મોમાં જે સ્ટારપદે પહોંચે તે હંમેશા ચાહે કે હિન્દી ફિલ્મોમાં પણ જાણીતા થાય. પ્રાદેશિક ફિલ્મના અભિનેતા ય અભિનેત્રીને હિન્દી ફિલ્મમાં સ્થાન મળે તો તે એવોર્ડજેવું હોય છે. તે જ પ્રદેશના હોય તે પ્રદેશના પ્રેક્ષકનો એવા સ્ટાર્સ માટે આદર વધી જાય છે. ‘અરે વાહ, હવે તો આપણા સ્ટાર્સ દિલીપકુમારને રાજકપૂરની રાજેશ ખન્ના અને અમિતાભની સમાંતરે ઊભા રહી ગયા’ એવો ભાવ આવે. પણ ઉત્તમકુમાર અને સુચિત્રાસેને હિન્દી ફિલ્મોમાં ઓછું જ કામ કર્યું કારણ કે બંગાળી ફિલ્મોની તેઓ એવી જરૂરિયાત બની ગયા હતા કે તે બે ન હોય તો પ્રેક્ષકો જાણે થિયેટરમાં જવાનું કારણ ગુમાવી દેતા. સુચિત્રાસેને 60 ફિલ્મનાં કામ કર્યું તો તેમાંની 30 ફિલ્મ ઉત્તમકુમાર સાથેની છે. તે બંનેની ‘સાગરિકા’ (1956) હરાનો સૂર (1957), ઇન્દ્રાણી (1958) ફિલ્મોને બંગાળી ફિલ્મોનાં ઇથિહાસમાં ખાસ સ્થાન મળ્યું છે. જેમ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી ગુજરાતી ફિલ્મો માટે અનિવાર્ય હતી તેવું ઉત્તમકુમાર સુચિત્રા સેનનું હતું. પણ એખ બીજી વાત કે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છતાં બેઉ વચ્ચે પ્રેમ હોવાની વાતો લોકોને મન સ્પષ્ટ નથી તેવું જ ઉત્તમકુમાર-સુચિત્રા સેન વિશે પણ છે. જો કે તેમની વચ્ચે પ્રેમ હોવાની ધારણાને કારણે ઉત્તમકુમારનું લગ્નજીવન તૂટયું પણ હતું.
ઉત્તમકુમારના પ્રથમ લગ્ન ગૌરી ચેટરજી સાથે 1948માં થયેલા જે 1963 સુધી એટલે કે 15 વર્ષ ટકેલા. બીજા લગ્ન સુપ્રિયા દેવી સાથે 1963માં જ થયેલા. સુપ્રિયા દેવી પણ જાણીતા અભિનેત્રી જ હતા અને તેમણે ઉત્તમકુમાર સાથેની 1952ની ફિલ્મ બસુ પરિવાર’ ફિલ્મથી જ કારકિર્દી શરૂ કરેલી. ઉત્તમકુમાર સાથેની ‘સોનાર હરીન’ જબરદસ્ત સફળ રહેલી. આ સુપ્રિયા દેવી આમ તો 1954માં બિશ્વનાથ ચૌધરીને પરણેલા અને 1958માં છૂટાછેડા થઇ ગયેલા.
ઉત્તમકુમાર અને સુચિત્રા સેન વચ્ચેનો પ્રેમ સંબંધ જાણીતો ન થયો કારણ કે બંને પરિણીત હતા. અને રોજ સેટ પર તો મળવાનું થતું જ જેમ રાજકપૂર-નરગીસ વચ્ચેના પ્રેમમાં લગ્ન નહોતા આવતાં, તેના જેવું જ હતું. લોકોનાં મનમાં ઑનસ્ક્રિન રોમાન્સ જ જીવતો હોય છે. બાકી ઉત્તમકુમાર અને સુપ્રિયા દેવીનાં લગ્ન તો છેવટ સુધી ટકયા જ હતા. ઉત્તમકુમારના પ્રથમ પત્નીએ છૂટાછેડા લીધેલા તેના કારણમાં સુપ્રિયા દેવી હતા. 1963માં ઉત્તમકુમારના ઘરે એક પ્રસંગ હતો અને પ્રસંગ દરમ્યાન જે તેઓ સુપ્રિયા દેવીનો ફોન લેવા પહેલા માળે ગયા. ગૌરી દેવી તેની પાછળ પાછળ છાનામાના ગયા અને બેઉ વચ્ચે મોટો ઝઘડો થયો. ઉત્તમકુમાર તે રાત્રે ઘર છોડી ગયા. નીકળીને તેઓ પ્રથમ સુચિત્રાસેનનાં ઘરે ગયા પણ સુચિત્રાને ઘરે જ સમસ્યા હતી એટલે તેમણે ઉત્તમકુમારને ઘરમાં સમાવવાની ના પાડી અને તેઓ સુપ્રિયા દેવી પાસે ગયા. સુચિત્રા સેને અલબત્ત ઉત્તમકુમારની સાથે હુંફાળા સંબંધ રાખ્યા. શૂટિંગ પર ઉત્તમકુમાર માટે જમવાનું પણ લઇને આવતા પણ તે પ્રેમના કારણ કે ગાઢ મૈત્રીને કારણે તે સ્પષ્ટ ન થયું. ગમે તે હોય બંનેએ પરદા પર ઉત્તમ જોડી તરીકે કામ કર્યુ અને બંનેને એકબીજા પ્રત્યે ખૂબ આદર હતો. સુપ્રિયા દેવી સાથે સુચિત્રાસેનને પણ સારા સંબંધ હતા અને તે તેના પતિને સુચિત્રા સાથે જોવા ટેવાયા હતા. પોતે પણ અભિનેત્રી હતા તો લોકપ્રિય જોડી જ સાથે હોય, પોતે ન હતો તેવું તે સમજતા સુચિત્રાસેન કહેતા કે અમે સેટ પર હોઈએ તો અમારા પાત્ર વિશે વિચારતાં એક બીજા વિશે નહીં. સુચિત્રાસેને ઉત્તમકુમાર સાથે પહેલી ફિલ્મ 1953માં કરેલી જેનું નામ ‘સારે ચુઆત્તર’ હતી અને છેલ્લે 1975નાં પ્રિયો બાંધાબી’માં કામ કરેલું. એ ફિલ્મ પછી તેમણે બસ ત્રણ જ ફિલ્મમાં કામ કર્યું અને 1978માં નિવૃત્તિ લઇ લીધી ઉત્તમ કુમાર તો છેવટ સુધી કામ કરતા રહેલા. તેમની છેલ્લી ફિલ્મ ઠેઠ 202માં રજૂ થઇ છે. 24 જુલાઈ 1980માં તેમનું મૃત્યુ થયું. જો કે તેઓ ત્યારે હજુ 53 વર્ષનાં જ હતા. 1948ની નિતિન બોઝ દિગ્દર્શીત ‘દૃષ્ટિદાન’થી શરૂ થયેલી કારકિર્દી અવિરામ રહેલી. ઉત્તમકુમારે િહન્દી ફિલ્મોમાં મર્યાદિત જ કામ કર્યું પણ રાજકપૂર જયારે જાગતે રહો બંગાળીમાં બનાવવાનાં હતા ત્યારે ઉત્તમુકમારને જ પોતાનાવાળી ભૂમિકાનું કહેલું પણ તેમણે ના પાડેલી. 1962માં હેમંતકુમાર ઉત્તમકુમારને લઇ ‘શર્મિલી’ બનાવવાનાં હતા અને તેની જાહેરાત પણ થયેલી પણ પછી ફિલ્મ નહોતી બની. રાજકપૂરે ‘સંગમ’ માટે પણ દિલીપકુમાર પછી તેમને કહેલું પણ ના પાડી તો રાજેન્દ્રકુમાર નક્કી ખયેલા. આખર ‘છોટીસી મુલાકાત’માં આવ્યા જે તેમની અગ્નિ પરીક્ષા આધારિત હતી. ઉત્તમકુમારની સફળ ફિલ્મ માત્ર ‘અમાનુષ’ કહી શકાય. બાકી ‘આનંદઆશ્રમ’ પણ નહોતી ચાલી.
બાકી તેમની ફિલ્મો પરથી જે હિન્દી ફિલ્મો બની તેમાં ‘બાસુ પરિવાર’ પરથી ‘હમ હિન્દુસ્તાની’, સબર ઉપર પરથી કાલાપાની, સાહેબ બીબીવી ગુલામ પરથી એ જ નામની ફિલ્મ હરાનો સૂર પરથી અમરદીપ, ભ્રાંતિ બિલાશ પરથી દોદૂની ચાર’, ડેયા નેયા પરથી અનુરોધે નિરિપધ્યા પરથી અમરપ્રેમ છદ્મબેસી પરથી ‘ચૂપકે ચૂપકે’ આ ઉપરાંત જીવન મૃત્યુ અને ઐયાશ પણ તેમની ફિલ્મની રિમેક છે. ઉત્તમકુમારની ચાહતે તો આ હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કરી શતે પણ તે દરમ્યાન તેઓ નવી ફિલ્મમાં કામ કરવામાં વ્યસ્ત રહેતાં. ઉત્તમકુમારે હરાનો દિંગુલીમોર નામે લખવાનો પ્રયાસ કરેલો પણ અધૂરો રહેલો. 1979-80માં તેને પૂરી કરવા કરી દીધેલું પણ અચાનક મૃત્યુને કારણે તે ફરી અધૂરી રહી અને બન્યું એવું કે મૃત્યુના દિવસે જ કોઇએ આત્મકથાને ચોરી ગયું. કારણ કે તેમાં ઘણા રહસ્યો ખૂલે તેમ હતા. જો કે તરુણ કુમારે ઉત્તમકુમારનાં અમુક લખાણો અને સ્મૃતિના આધારે આથ્મકથનાત્મક કહેવાય તેવુ પુસ્તક લખેલું.
‘ઉત્તમ’કુમારનો સાચો પ્રેમ કોણ હતો? સુપ્રિયા કે સુચિત્રા?
By
Posted on