ગુરુવારની સવારે વડોદરા માટે સારા સમાચાર લઈને આવી છે. વિશ્વામિત્રી ની સપાટી 32.50 ફૂટ પર પહોંચી છે અને શહેરમાંથી પાણી ઝડપથી ઉતરી રહ્યા છે. શહેરના જે માર્ગો બંધ હતા ત્યાં પાણી ઉતરતા વાહનો દોડતા થયા છે. જોકે, હજુ ઘણા વિસ્તારોમાં વીજળી પૂર્વવત થઈ નથી.
જોકે હવે જે વિસ્તારોમાં પાણી ભરાયાં હતા ત્યાં રોગચાળા સામે ઝઝૂમવાનો મોટો પડકાર ઊભો થયો છે. રાજ્ય સરકાર સાફ સફાઈ માટે અન્ય મહાનગરપાલિકાના સાધનો અને સ્ટાફ મોકલી રહી છે. સુરતથી 100 સફાઈ કામદારોની ટીમ વડોદરા મોકલવામાં આવી રહી છે.