Vadodara

એસ.એસ.જી.હોસ્પિટલમાં પરિપત્ર વિના જ ફાયર સેફ્ટિના સાધનો ટેમ્પોમા લઇ જવાયા?

શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ તંત્રની નિષ્કાળજી, દર્દીઓ, લોકોની અવરજવર વચ્ચે બીજા માળેથી ફાયરના સાધનો ગાડીમાં ફેંકતા હોવાનું સામે આવ્યું..

એસ.એસ.જી.હોસ્પિટલના આર.એમ.ઓ.એ તપાસ કરવા જણાવ્યું

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં દરરોજના વડોદરા શહેર જિલ્લા ઉપરાંત રાજ્ય અને બહારના રાજ્યો જેવાં કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર થી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે આ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ તથા દર્દીઓના સગાઓ તથા તબીબો હોસ્પિટલ સ્ટાફની અવરજવર થાય ત્યાં જ એક આઇશર ગાડીમાં ફિયરસેફ્ટિના સાધનો જેમાં ફાયર એક્સ્ટિંગ્યુશર બીજા માળથી ટેમ્પોમા ફેંકવામાં આવી રહ્યાં હતાં અને તે ટેમ્પોની બાજીમાંથી લોકો અને વાહનોની અવરજવર જોવા મળી હતી જો કોઇ ફાયર સિલિન્ડર છટકીને કોઇને વાગે તો તેના માટે જવાબદાર કોણ? આ રીતે સેફ્ટી વિના ચાલતી કામગીરીઅંગે હોસ્પિટલ પ્રશાસન દ્વારા કેમ કોઇ ધ્યાન આપવામાં આવ્યું નહોતું તે સવાલો ઉદભવી રહ્યાં છે. બીજી તરફ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આ ફાયર સેફ્ટિના સાધનો કોઇપણ પ્રકારના પરિપત્ર વિના જ લ ઇ જવામાં આવી રહ્યાં હોવાનું જણાતા તેમજ સુરક્ષા વિના ફાયરના સિલિન્ડર બીજા માળેથી ગાડીમાં ફેંકીને ભરવામાં આવતા હતા. આ રીતે કામગીરી કોના કહેવાથી કરવામાં આવી રહી હતી અને ત્યાં કોઇ સુરક્ષા કર્મીને કેમ મૂકવામાં આવ્યો ન હતો તથા સેફ્ટી વિના જ કેવી રીતે કામગીરી કરાઇ હતી તે બાબતે ત્યાં ઉપસ્થિત કર્મચારીને સામાજિક કાર્યકર દ્વારા પૂછવામાં આવતા તે ગોળગોળ જવાબ આપ્યો હતો જ્યારે મિડિયા ના કેમેરા જોતાં જ ઉપરથી ફાયર સિલિન્ડર ફેંકવાનુ બંધ કરી માણસો ટેમ્પો લ ઇ બહાર નીકળી ગયા હતા.

સમગ્ર બાબતે તપાસ કરી કાર્યવાહી કરાશે

એસ.એસ.જી.હોસ્પિટલમાં અન્યને જોખમાય તે રીતે બીજા માળેથી આઇસર ગાડીમાં ફાયર સિલિન્ડર ફેંકી ભરવાની ઘટના મુદ્દે તથા પરિપત્ર વિના ફાયર એક્સ્ટિંગ્યુશર લ ઇ જવા મુદ્દે અમને જાણ મને નથી સમગ્ર મામલે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરીશું.

-ડો.હિતેન્દ્ર ચૌહાણ- આર.એમ.ઓ.,એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા

Most Popular

To Top