‘વિચાર-ગોષ્ઠિ’ વોટ્સએપ ગ્રુપમાં સ-રસ મેસેજ આવ્યો. તે મુજબ ‘ક્યારેય ઢળતી ઉંમરે એમ ના વિચારવું કે હવે જીવનમાં કંઈ રહ્યું નથી.ફ્રેશ ફ્રુટસ કરતાં ડ્રાય ફ્રુટસ હંમેશાં મોંઘાં હોય છે.’ મારી જાણ મુજબ કઠોળના ભાવ પણ વધારે હોય છે. એ સંદર્ભે મને, નોકરીમાં મળતાં બોનસની વાત યાદ આવી ગઈ. તહેવારોની મોસમની શરૂઆત થઈ ગઈ છે. હવે દિવાળીના દિવસો આવશે અને કર્મચારીઓને બોનસ મળશે. બોનસ એ નિયમિત મહેનતાણું મળે છે તે ઉપરાંતની વધારાની રકમ છે. કેટલાંક એકમોમાં તો તગડું બોનસ જાહેર કરવામાં આવતું હોય કર્મચારીઓ બોનસની રીતસરની રાહ જોતા હોય છે. અરે, બોનસની રકમ ક્યાં વાપરવી કે રોકાણ કરવું?
તેનું આગોતરું આયોજન કરવામાં આવે છે. ઘણાં કહેતાં હોય કે નોકરી-ધંધામાંથી નિવૃત્તિ મળે અને સાઠ વર્ષ સુધી જીવન જીવો અને ત્યાર બાદનાં વર્ષો એ માનવ માટે બોનસ કહેવાય. નિવૃત્તિ પછીનું સ્વસ્થ જીવન બોનસ છે. જીવનમાં આનંદ જાળવી રાખવાની જરૂર છે. બોનસમાં મળેલી રકમનું આયોજન કરવામાં આવે તે રીતે જીવનના બોનસનાં વર્ષોનું પણ યોગ્ય આયોજન કરવું જોઈએ. માનસિક વલણ બદલવું પડશે. એડજસ્ટમેન્ટ કરવું પડશે. સ્વાસ્થ્ય જાળવવા આહારનો ખ્યાલ રાખવો પડશે. નિયમિત, થોડું ચાલવું પડશે. જીવન જીવવાની રીત, દૃષ્ટિ બદલવી પડશે. જીવનમાં બોનસનાં મળેલાં વધારાનાં વર્ષોમાં સ્થિરતા કેળવી જીવનમાં આનંદ ઉમેરીને, ચાલો જીવી લઈએ.
નવસારી કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે