Comments

બે વાક્યની સમજ

એક શ્રીમંત વેપારીને પોતાની સંપત્તિ, પોતાની મોટી હવેલી, પોતાના દેશ-વિદેશમાં ફેલાયેલા વેપાર અને પોતાની વેપારી કુનેહનું બહુ અભિમાન હતું.વેપારી પોતાની સામે બધાને જ વામણા સમજતો.નોકરોએ જ નહિ, પણ ઘરમાં બધાએ પત્ની, બાળકો, માતા-પિતા, સગાંવ્હાલાં અને મિત્રોએ પણ મારો પડ્યો બોલ ઝીલવો જોઈએ તેવી તેની જીદ હતી અને તે હંમેશા હુકમો કરતો અને પોતે જેમ કહે તેમ જ થવું જોઈએ.

તેવો સતત આગ્રહ રાખતો.વેપારી હંમેશા પોતાને અને પોતાની માન્યતાને જ સૌથી મહત્ત્વના ગણતો અને બધા તેના આ અહમ અને અભિમાનને પોષતા રહેતા કારણ કે તેની પાસે ખૂબ પૈસા હતા અને એટલે વેપારીનું અભિમાન દિવસે દિવસે વધતું જતું હતું અને અભિમાનને લીધે ઉધ્ધતાઈ અને તુમાખી તેના સ્વભાવમાં વધતી જતી હતી.

એક વખત વેપારી દૂરના આરબ દેશમાં તેલના મોટા સોદા માટે ગયો.ત્યાં રસ્તામાં એક મસ્જીદ પાસેથી પસાર થયો ત્યારે ઘણાં ગરીબો ત્યાં ભીખ માંગી રહ્યાં હતાં.વેપારીએ પોતાના પૈસાનો રોફ વિદેશી વેપારીઓ સામે જમાવવા અને પોતે કેટલો દયાળુ છે તે દાખવવા બધા ભિખારીઓ તરફ પૈસા ફેંકયા.

બધા ભિખારીઓ પૈસા ભેગા કરવા દોડ્યા પણ એક ફકીર પૈસા લેવા ન ગયો.વેપારીએ તેને કહ્યું, ‘કેમ તને પૈસા નથી જોઈતા, તો બોલ તને શું જોઈએ છે?’ ફકીર હસ્યો અને બોલ્યો, ‘તું કયા દેગા મેરા માલિક હે વો જો દેના હોગા દેગા.’ વેપારીનો અહમ ઘવાયો. તે બોલ્યો, ‘બાબા, તમને જે જોઈએ તે આપું. બોલો શું જોઈએ છે?

હું મોટો વેપારી છું તમે જે માંગશો તે આપીશ.’ પરંતુ ફકીરે કંઈ ન માંગ્યું અને કહ્યું, ‘બચ્ચા,તું કુછ નહિ દે શક્તા સુધર જા કોઈ બડા નહીં હોતા, મેરા માલિક હી બડા હે.’ વેપારીને ફકીરની આ વાત ન ગમી.તે બીજા દિવસે ફરી તે મસ્જીદ પાસે ગયો અને ફકીર પાસે જઈ અભિમાન સાથે કહેવા લાગ્યો, ‘મારી પાસે બહુ પૈસા છે, બહુ મોટો વેપારી છું તમારું જીવન બદલી શકું તેમ છું.’ ફકીર હસ્યો અને બોલ્યો, ‘તું કુછ નહીં …તેરા કોઈ મહત્ત્વ નહિ.સમજ લે વરના પસ્તાયેગા’ વેપારીએ પૂછ્યું, ‘બાબા આમ કેમ કહો છો??’ ફકીરે કહ્યું મારી સાથે ચાલ.. ફકીર વેપારીને એક કબ્રસ્તાનમાં લઇ ગયો.ત્યાં બે તાજી કબર હતી. ફકીરે કહ્યું, ‘દેખ યહી જીવન કા અંત હે.’ અને એક કબર પર ઉર્દૂમાં લખ્યું હતું તે ફકીરે વાંચ્યું કે ‘મેં અહેમ થા …યહ મેરા વહેમ થા.’

એટલે કે મારું બહુ મહત્ત્વ છે તેમ માનવું મારો વહેમ હતો.’ ફકીરે વેપારીની આંખો ખોલી નાખી અને તેને અભિમાન છોડવા કહ્યું.વેપારીએ પોતાના ઘમંડને છોડી નમ્ર બનવાનો
નિર્ણય કર્યો.    

            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top