નવી દિલ્હી (New Delhi): કોરોના વાયરસની મહામારી (Global Pandemic Corona) સામે વિશ્વનો દરેક દેશ ઘણી રીતે મોટા સંકટમાં મૂકાયો છે. લગભગ એક વર્ષ પહેલા ચીનનના વુહાનમાંથી શરૂ થયેલા કોરોનાથી વિશ્વભરમાં 96,009,891 લોકો અત્યાર સુધી સંક્રમિત થઇ ચૂક્યા છે. જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધી વિશ્વભરમાં 2,049,348 લોકોનો ભરડો લીધો છે. કોરોના એટલો ભયંકર વાયરસ છે કે વિશ્વની મહાસત્તાઓએ પણ તેની સામે હાથ ટેકવી દીધા છે.
હાલમાં અમેરિકા, ભારત, બ્રાઝિલ, રશિયા અને લંડનમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા સૌથી વધુ છે. વિશ્વમાં ફાઇઝર, ચીનની સિનોવેક, ભારતમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન આવી ચૂક્યા છે. જે એક આશાનું કિરણ છે. ભારતમાં 16 જાન્યુઆરીથી પહેલા તબક્કાનો કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થઇ ચૂક્યો છે, જેમાં 3 કરોડ લોકોને રસી આપવાનું ભારત સરકારનું લક્ષ્ય છે.
ભારતે નિર્ણય લીધો છે કે તે પોતાના કેટલાક પાડોશી દેશોને કોરોના રસીનો જથ્થો પૂરો પાડશે. આ દેશોમાં મોંગોલિયા, ઓમાન, મ્યાનમાર, ફિલિપાઇન્સ, બહેરિન, માલદીવ, મોરેશિયસ ,ભૂટાન, સેશેલ્સ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળનો સમાવેશ થાય છે. ભારતે હંમેશા પોતાના પાડોશી દાશો સાથે સારો વ્યવહાર રાખ્યો છે, એટલું જ નહીં ભારત હંમેશા પોતાના પાડોશી દેશોની પડખે ઊભો રહે છે. ભારતે જ્યારથી કોરોના રસી બનાવવાનું શરૂ કર્યુ હતુ, ત્યારથી જ તેણે નક્કી કર્યુ હતુ કે તે દેશમાં ઓછી કિંમતવાળી કોરોના રસી વિકસાવશે, જે ભારત જેવા અન્ય ઓછી આવકવાળા દેશોને પણ કામ લાગે.
ભારતે સોમવારે નિર્ણય લીધો છે કે પોતાના દેશોમાં મર્યાદિત સંખ્યામાં કોરોના રસી ડોઝ મોકલશે. ભારત આ કામ કરશે જેથી તે દેશોની નજીકની કેટલીક જરૂરિયાતો પૂરી થાય. સાથી દેશો કે જેના માટે કોરોના રસીનો મર્યાદિત ડોઝ મોકલવામાં આવશે તે છે મંગોલિયા, ઓમાન, મ્યાનમાર, ફિલિપાઇન્સ, બહેરિન, માલદીવ, મોરેશિયસ.
આ દેશોમાં ભારત બાયોટેક કોવેક્સિન (Covaxin, Bharat Biotech) મોકલવામાં આવશે, જ્યારે ભૂટાન, સેશેલ્સ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળને સીરમ સંસ્થાની કોવિશિલ્ડ રસી (CoviShield, SII) આપવામાં આવશે. એક અધિકારીએ માહિતી આપી હતી કે આ બંને રસી સરકારી ધોરણે પૂરી પાડવામાં આવશે પરંતુ તેમની અને જાળવણી વિદેશ મંત્રાલય કરશે. અધિકારીઓ દ્વારા આરોગ્ય મંત્રાલય, વિદેશ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય અને ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.