Sports

પેરિસ ઓલિમ્પિક: જેવેલીન થ્રોમાં નિરજ ચોપડાનો કમાલ, ફાઈનલમાં પ્રવેશ, કુશ્તીમાં વિનેશ ફોગાટની ધમાલ

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકનો 11મો દિવસ ભારત માટે સારી શરૂઆત લઈને આવ્યો છે. ભારતનો સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપડાએ પહેલો જ થ્રો સટીક ફેંકીને ફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે, બીજી તરફ કુસ્તીમાં વિનેશ ફોગાટે ટોકિયો ઓલિમિપકની ચેમ્પિયન બાદ યુક્રેનની ખેલાડીને હરાવી સેમિ ફાઈલનમાં સ્થાન મેળવ્યું છે.

  • પોણા કલાકમાં બે મેચ જીતી વિનેશ ફોગાટ સેમિ ફાઈનલમાં પહોંચી
  • નીરજ ચોપરાએ પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કરી ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કર્યું

ભારતના સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપરા મંગળવારે પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફિકેશન દ્વારા પોતાના ગોલ્ડ મેડલનો બચાવવા માટે તૈયાર છે. ક્વોલિફિકેશનમાં ટોપ 12માં સ્થાન મેળવનાર એથ્લેટ્સ ફાઈનલ માટે ક્વોલિફાય થશે. નીરજની જેમ પાકિસ્તાનના અરશદ નદીમે પણ પ્રથમ પ્રયાસમાં જ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. અરશદે તેના પ્રયાસમાં 86.59 મીટરનો થ્રો કર્યો અને ફાઈનલ માટે આપોઆપ ક્વોલિફાઈ થઈ ગયો હતો. અરશદનો આ થ્રો તેનું સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 

ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ક્વોલિફિકેશનના તેના પહેલા જ પ્રયાસમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. નીરજે તેના પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કર્યો હતો, જે 84 મીટરની ઓટોમેટિક ક્વોલિફિકેશન કરતા ઘણો વધારે હતો. આ સિઝનમાં નીરજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તે જાણીતું છે કે જે ખેલાડીઓ ક્વોલિફિકેશનમાં 84 મીટર ફેંકે છે તેઓ સીધા જ ફાઈનલ માટે ક્વોલિફાય થાય છે. 

પોણા કલાકમાં બે મેચ જીતી વિનેશ ફોગાટે ધમાલ મચાવી
ભારત પેરિસ ઓલિમ્પિકમાં તેના ચોથા મેડલ માટે આશાવાદી છે. સ્ટાર વિનેશ ફોગાટે મહિલા કુશ્તીમાં સારા સમાચાર આપ્યા છે. વિનેશે પોણા કલાકમાં બે મેચ જીતીને સેમિ ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે. જાપાનની સ્ટાર સુસાઈ હુઈને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યાના પોણા કલાકમાં યુક્રેનની ઓસ્કાના રિવાજોને હરાવીને વિનેશ ફોગાટે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે.

વિનેશ ફોગાટ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની નંબર વન અને 2020 ટોકિયો ઓલિમ્પિક ચેમ્પિયન જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિનેશ અને યુક્રેનની ઓસ્કનાહ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. વિનેશ શરૂઆતથી જ ઓસ્કાના પર પ્રભુત્વ ધરાવતી હોય તેવું લાગતું હતું. જોકે, બાદમાં ઓસ્કાનાના પુનરાગમનથી મેચમાં રોમાંચનો ઉમેરો થયો હતો. પરંતુ અંતે યુક્રેનની ઓસ્કાના લિવાચને 7-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. બે વખતની ઓલિમ્પિયન વિનેશ ફોગાટ હવે સેમિફાઇનલ મેચ રમશે. તેમની મેચ રાત્રે 10:30 વાગ્યે રમાશે.

ભારતની પુરુષોની ટેબલ ટેનિસ ટીમ રાઉન્ડ ઓફ 16માં ચીન સામે હારી
મંગળવારે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની મેન્સ ટેબલ ટેનિસ ટીમનો પ્રથમ રાઉન્ડમાં ચીન સામે 0-3થી પરાજય થતાં શરૂઆતના રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. મા લોંગ અને વાંગ ચુકિને મૂળ સુરતના હરમીત દેસાઈ અને માનવ ઠક્કરને 11-2, 11-3, 11-7થી હરાવીને ચીનની ડબલ્સ મેચમાં સીધી ગેમ જીત સાથે શરૂઆત કરી હતી.

અનુભવી શરથ કમલે જ્યારે નીચેની સિંગલ્સ મેચમાં ફેન ઝેન્ડોંગ સામે પ્રારંભિક ગેમ 2 11-9થી જીતી ત્યારે થોડો આશ્વાસન લાવ્યો. જોકે, પેરિસ ખાતે મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ વિજેતાએ આગલી ત્રણ ગેમ 11-7, 11-7, 11-5થી જીતીને વાર્તાને ફેરવી નાખી હતી. સુરતના માનવ ઠક્કરને ચોથી ગેમ સુધી ટાઈ લંબાવવાનું કામ આપવામાં આવ્યું હતું પરંતુ ચુકિન સામે 11-9, 11-6, 11-9થી પરાજય થયો હતો.

Most Popular

To Top