આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણે ત્યાં લીલા શાકભાજી – કઠોળ – મટન – મરઘી – ઇંડા બારેમાસ ચોવીસે કલાક મળતા રહે છે. તો પછી આપણે શા માટે શાકભાજી વિગેરે વસ્તુઓ ફ્રીઝમાં મુકી વાસી ખાઇએ છીએ. વિદેશોમાં આપણા કેટલા શાકભાજી સહજ અને સુલભ નથી તેથી તેઓ ફ્રીઝમાં મુકીને ખાય છે. વિદેશોમાં વરસમાં છથી આઠ મહિના ઠંડી પડે છે.
તેથી તેઓ કોટ-પેન્ટ પહેરે છે. આપણે ત્યાં શા માટે એપ્રિલ-મેની મહાકાય ગરમીમાં કોટ-પેન્ટ પહેરીએ છીએ તે વિચારવા જેવું છે. વિદેશીઓ પાસે તાજા ખાદ્યપદાર્થોની આદત છે તેથી તેઓ પીઝા – બર્ગર – નુડલ્સ ખાઇને દિવસો પસાર કરે છે. આપણે ત્યાં શા માટે ૨૦૦/૩૦૦ ના પીઝા ખાઇએ છીએ?
વિદેશીઓને કોલ્ડડ્રિંકસ પીવું પડે છે કેમકે ત્યાં આપણા ભારતની જેમ લસ્સી – છાશ – દૂધ – જયુસ સહેલાઇથી મળતા નથી. તો શા માટે આપણે ટોઇલેટ કિલનર જેવા વિદેશી પીણાંઓનો મોહ રાખીએ છીએ? આપણે આપણી ભારતીય જીવનશૈલી ખોરાક અને રહેણી કરણીને જ અનુસરો તો તમને શારીિરક – આર્થિક અને માનસિક ફાયદો ચોકકસ જ થશે.
સુરત- અબ્બાસભાઇ કૌકાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.