Charotar

ડાકોરમાં રથયાત્રાના રૂટ પર જર્જરિત માર્ગ બાબતે પાલિકાના સીઓ અને વહીવટદાર સામે આક્રોશ વ્યાપ્યો 

(પ્રતિનિધિ) ડાકોર તા 8

ડાકોરમાં રથયાત્રાના દિવસે જગતનો નાથ નગર યાત્રા માટે પોતાના ભક્તોના ખબર અંતર પૂછવા માટે નીકળે છે ત્યારે આ આનંદ ઉલ્લાસથી ઉજવાયેલ રથયાત્રા પર્વ પ્રસંગે નગરપાલિકાનો કડવો અનુભવ શ્રધ્ધાળુઓને થયો છે ‌. ડાકોર નગરપાલિકાના અણધણ વહીવટના કારણે રથયાત્રા રૂટની જગ્યાઓ પર છેલ્લી ઘડીએ રોડ રસ્તા ખાડા પૂરવામાં મોટા મોટા મેન્ટલ નાની નાની કાકરીઓનો ઉપયોગ કરી દેવાયો હતો જેથી સમગ્ર રૂટ પર  ભક્તોને ઘણી બધી તકલીફો વેઠવી પડી હતી. રણછોડપુરા જવાના રસ્તેથી છેક લક્ષ્મીજી મંદિર સુધી મોટા મોટા મેન્ટલ કાંકરીઓને કારણે કફોડી હાલત થઈ હતી. 

ડાકોર નગરના રોડ રસ્તા પાણી ગટરોની‌ સુવિધાઓ મામલે અગ્રણીઓએ રથયાત્રા દરમિયાન જ ઊધડો  લીધો હતો. તેમજ સ્પષ્ટ પરખાવી દીધું હતું કે રાજા રણછોડની આરતી ઉતારવાનો  નગરપાલિકાના સીઓ અને વહીવટદાર કોઈ અધિકાર નથી. તેવું સાંભળતા જ સીઓ અને વહીવટદાર  જગ્યા છોડીને  ગાડી માં બેસીને નિકળી ગયા હતા 

 જુની પાલિકા કચેરીએ પરંપરાગત આરતી ટાણે જ ચકમક 

રથયાત્રાના દિવસે જુની પાલિકા કચેરીએ રૂટ પરથી પસાર થતી રથયાત્રા દરમિયાન પરંપરાગત રીતે આરતી ઉતારવામાં આવે છે. પરંતુ વર્તમાન વર્ષે રસ્તા સહિતની બાબતે ચકમક થતાં  ડાકોર નગરપાલિકાના સીઓ અને વહીવટદાર મામલદાર આરતી ઉતારી કરી શક્યા નહોતા.સામાજિક આગેવાન હરેન્દ્રભાઈ પંડ્યા  ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર પર  ગુસ્સે ભરાઈ આવ્યા હતા . હરેન્દ્ર ભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે તમે આ આરતી ઉતારવા લાયક નથી. ડાકોર ગામ માં રથયાત્રામા તમારા લીધે વૈષ્ણવ તેમજ સેવક ભાઈઓ હેરાન થયા છે. આવી ચકમક થતાં આરતી ઉતાર્યા વગર જ બન્ને અધિકારી ત્યાંથી નિકળી ગયા હતા 

પાલિકા સત્તાધીશો સામે પગલાં નહીં લેવાય તો જનતા રેડ કરાશે: હરેન્દ્ર પંડ્યા

ડાકોર નગરપાલિકાના ચીફ ઓફીસર બાબતે યોગ્ય તપાસ નહિ કરવામાં આવે તો ડાકોરના નાગરિક જનના રેડ કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે. સમગ્ર ડાકોર ખાડા તેમજ ગટર ના ગંદા પાણીથી હેરાન પરેશાન છે . તેમજ પીવાના પાણી દુષિત આવે છે.  ચીફ ઓફીસરના સમયગાળામા જે પણ કામો થયા છે તેમાં માત્ર ને માત્ર ભષ્ટાચાર જ જણાઈ આવે છે.  આ બાબતે  ડાકોરના આગેવાન હરેન્દ્રભાઈ પંડ્યા સહિત નાગરિકોએ ભારે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે પાલિકા સત્તાધીશો સામે તપાસની માંગ કરી છે.

ડાકોર શહેર ભાજપ પ્રમુખ પણ ચીફ ઓફીસર સામે લાલઘૂમ

ડાકોરમાં વિવિધ વિસ્તારોમાં અનેકવિધ સમસ્યાઓનો સામનો નાગરિકોને કરવો પડી રહ્યો છે. આ મામલે થોડા દિવસો પહેલા ડાકોર ના શહેર પ્રમુખ દ્વારા પણ ચીફ ઓફિસર સામે ભ્રષ્ટાચાર મામલે વિરોધ કર્યો  હતો.  છતાં પણ  સરકાર દ્વારા હજુ પણ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરેલ નથી . ભૂતકાળમાં પણ ડાકોરમાં આ ચીફ ઓફિસરે મોટા પ્રમાણમા કૌભાંડો કર્યા છે.  આવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે તેવું ડાકોરના નગરજનો ઈચ્છી રહ્યા છે.

Most Popular

To Top