Business

મુંબઈમાં લોકલ ટ્રેન ઊંધી દોડી, મહિલાનો જીવ બચાવવા ડ્રાઈવરે કર્યું આ કામ

મુંબઈ: મુંબઈમાં (Mumbai) એક મહિલાનો જીવ બચાવવા માટે લોકલ ટ્રેનને (Train) ઊંધી (Reverse) દોડાવવી પડી હતી. મહિલાનો જીવ તો બચી ગયો હતો પરંતુ તેના પગ કપાઈ ગયા હતા. કહેવાય છે કે ટ્રેન સ્ટેશનમાં પ્રવેશતા જ મહિલા લપસીને રેલવે ટ્રેક પર પડી હતી. ત્યાં સુધીમાં ટ્રેન તેના પરથી પસાર થઈ ગઈ હતી.

  • મુંબઈના બેલાપુર સ્ટેશન પર બની ઘટના
  • ટ્રેનની રાહ જોતી મહિલા અચાનક ટ્રેક પર પડી
  • ટ્રેન નીચે આવી જતાં મહિલાના પગ કપાઈ ગયા
  • ડ્રાઈવરે ટ્રેન રિવર્સ લેતા મહિલાનો જીવ બચી ગયો

આજે તા. 8 જુલાઈને સોમવારે મુંબઈના બેલાપુર સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને ઉભેલી એક મહિલાનો પગ સ્લીપ થઈ ગયો હતો. જ્યારે ટ્રેન આવી રહી હતી ત્યારે એક 50 વર્ષની મહિલા લપસીને રેલવે ટ્રેક પર પડી હતી. તે ટ્રેન અને સ્ટેશન વચ્ચેથી પસાર થતા ટ્રેકની ઉપર પડી હતી. ત્યાર બાદ લોકલ ટ્રેનના લોકો પાયલટે ટ્રેનને રિવર્સમાં લીધી હતી. આ રીતે મહિલાને બચાવી લેવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પનવેલથી થાણે જતી વખતે બેલાપુર CBD રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને ઉભેલી એક મહિલા લપસીને રેલવે ટ્રેક પર પડી હતી. આ દરમિયાન ટ્રેનનો ફર્સ્ટ લેડી કોચ તેમની પાસેથી પસાર થયો હતો, જેના કારણે મુસાફરો અને રેલવે પ્રશાસનમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ત્યાર બાદ રેલ્વે પ્રશાસને ટ્રેનને પાછી ખસેડી હતી. ત્યારે જ મહિલાનો જીવ બચાવી શકાયો હતો. પરંતુ મહિલાના બંને પગને બચાવી શકાયા ન હતા. ટ્રેન મહિલાના ઉપરથી પસાર થઈ ગઈ હતી. મહિલા બચવા માટે કંઈ પણ કરી શકે ત્યાં સુધીમાં તેના બંને પગ કચડીને ટ્રેન પસાર થઈ ગઈ હતી. ત્યાર બાદ મહિલાને બચાવવા માટે ટ્રેનને રિવર્સમાં લેવામાં આવી હતી. બાદમાં મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની MGM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top