SURAT

એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી: સુરતના બૂટલેગરે સીટ નીચે બનાવ્યા ચોરખાના, જુઓ વીડિયો

સુરત: કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રાજ્યનો કદાચ એકેય જિલ્લા, તાલુકો, શહેર કે ગામની શેરી, મહોલ્લા કે ગલી બાકી નહીં હોય જ્યાં દારૂ વેચાતો કે પીવાતો નહીં હોય. એટલે જ પીવાના શોખીનો સુધી નશાની બોટલો પહોંચાડવા માટે બુટલેગરો પણ અજબ ગજબ તરકીબો અજમાવતા રહે છે. હવે સુરતના સરથાણા વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા રહે છે. સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી
આરોપી નરેશ પુનમારામ બિશ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો દારૂની બોટલો મળી આવી હતી. એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દારૂની બોટલો છુપાવવા માટે આરોપીએ એમ્બ્યુલન્સની સીટ નીચે ચોરખાના બનાવ્યા હતા. પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ 1,69,440નો દારૂનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અન્ય એક આરોપી -કિશન રત્નરામ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો હતો.

કાપોદ્રામાં ડ્રગ્સના કેસમાં વોન્ટેડ આરોપી મુંબઈથી પકડાયો
સુરત: કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે દિવસ પહેલા ક્રાઈમ બ્રાંચે એમડી ડ્રગ્સ સાથે મોબાઈલ લે વેચનું કામ કરતા જયેશભાઇ ભાણાભાઇ મકવાણા (ઉ.વ.30, રહે. રાધેક્રિષ્ણ રેસિડેન્સી કામરેજ)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 2.30 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જે એમડી ડ્રગ્સ મુંબઇમાં રહેતા આદિત્ય નામના યુવાને આપ્યું હતું.

આ આરોપીને પકડી પાડવા કાપોદ્રા પી.આઈ. એમ.બી.ઔસુરાએ તેમની ટીમને સૂચના આપી હતી. ડીસ્ટાફ પીએસઆઈ એ.એલ.પંડ્યાએ તેમની ટીમ સાથે મુંબઇ ખાતે તપાસ કરી હતી. અને બાતમીના આધારે વોન્ટેડ આરોપી આદિત્ય દીપક જયતાપકર (ઉ.વ.૨૪, રહે. અફઝલ બિલ્ડિંગ હાઉસિંગ સોસાયટી, ડોક્ટર આનંદરાવ નાયર રોડ, મરાઠા મંડીની સામે, બોમ્બે સેન્ટ્રલ) ને પકડી પાડ્યો હતો. આદિત્ય ડ્રગ્સની ડીલેવરીનું કામ કરે છે.

Most Popular

To Top