સુરત : પુરી અને અમદાવાદની જેમ સુરત શહેરમાં પણ જગન્નાથજી રથયાત્રાનો ધાર્મિક તહેવાર હિન્દુ ધર્મનાં લોકો દ્વારા દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ આ પર્વ નિમિત્તે તા.7 જુલાઈને રવિવારના રોજ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિર સુધી જશે. રથયાત્રા દરમિયાન ટ્રાફિક ખોરવાઈ નહીં તે માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડી રથયાત્રાના રૂટ પર વાહનોની અવરજવર પ્રતિબંધિત કરાઈ છે.
રવિવારે તા. 7 જુલાઈના રોજ સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઇ સહારા દરવાજા બ્રિજ નીચેથી રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટથી માનદરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરાગેટથી અઠવાગેટથી સરદાર બ્રિજ થઈને ગુજરાત ગેસ સર્કલથી ચોક્સીવાડી, ઋષભ ચાર રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટીયાથી રામનગર થઇ મોરાભાગળથી સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઇ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થશે.
સુરત શહેરના રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટ મુખ્યમાર્ગ ઉપરથી સદર રથયાત્રા પસાર થાય છે. અને રથયાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મનાં લોકો જોડાતા હોવાથી અને મુખ્ય માર્ગ ઉપર વાહનોની મોટી સખ્યામાં અવર-જવરના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાની શકયતા છે. જેથી જાહેર જનતાના હિતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી અને સુચારૂ રીતે થઇ શકે તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ ટ્રાફિક નિયમન જાહેર હીતમાં ઉચિત અને અનિવાર્ય છે.
આ રસ્તા પર વાહનોની અવરજવર પ્રતિબંધિત
સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રીજ નીચે સહારા દરવાજાથી બ્રીજ નીચે રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટથી માનદરવાજાથી ઉંઘના દરવાજા બ્રીજ નીચેથી મજુરાગેટથી અઠવાગેટથી સરદાર બ્રીજ થઇને ગુજરાત ગેસ સર્કલથી ચોક્સીવાડી ઋષભ ચાર રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટીયાથી રામનગરથી મોરાભાગળથી સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રીજ નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઇ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધીના મુખ્ય માર્ગ ઉપર તા.7 જુલાઈના રોજ ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.