દમણ : સંઘપ્રદેશ દમણના દેવકા બીચ પર ઊંચા ઉછળતા મોજાં વચ્ચે પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકો નમો પથ પર આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. વેકેશનમાં દમણ ફરવા આવેલા પરિવારોને મજા પડી ગઈ હતી.
ઉનાળુ વેકેશન પૂરું થવા જઈ રહ્યું હોય અને શાળાઓ ખુલી રહી હોય, ત્યારે દમણમાં વેકેશનના અંતમાં પર્યટકો દમણના જામપોર, રામસેતુ રસ્તા અને નાનીદમણના દેવકા નમોપથ પર પર્યટકો જોવા મળ્યા હતા. ત્યારે દરિયામાં વધતા કરંટને લઈને નાનીદમણના મરવડ પાસે નમોપથ પર દરિયાના ઊંચા ઉછળતા મોજા દીવાલમાં જોરદાર ટકરાતાં મોજાનું પાણી નમોપથ પર ફેલાતા પર્યટકોમાં આનંદ છવાઈ જતા ઉછળતા મોજાંની મઝા માણી હતી. જોકે, વલસાડ, ઉમરગામ અને નારગોલ સહિતના દરિયા કિનારે સહેલાણીઓને દરિયામાં જવા પર પ્રતિબંધ છે, ત્યારે દમણના દરિયા કિનારે આવી કોઈ સૂચના જાહેર ન થતા અમુક પર્યટકો બિન્દાસ્ત કિનારે મોજ મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા.