આણંદ: ઉનાળાના આગમનને હજુ બે માસનો સમય બાકી છે ત્યારે ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર કેરીઓ લાગી ગઈ છે. જેને લઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્ના છે. મળતી વિગતો અનુસાર સામાન્ય રીતે જાન્યુઆરી માસના અંતમાં આંબા પર મહોર આવતો હોય છે.
અને ફેબ્રુઆરીથી માર્ચ માસમાં આંબા પર કેરીઓના ફળ લાગતા હોય છે. પરંતુ ગ્લોબલ ર્વોમિંગની અસરના કારણે આણંદ શહેરમાં આંબા પર ઉનાળાના આગમન પુર્વે કેરીનું ફળ લાગી ગયું છે. આણંદ શહેરમાં વેટરનરી પંપ હાઉસ પાછળ આદીત્યનગર લક્ષ્મીચોકમાં આંબા પર મહોર આવી ગયા છે.
અને તે સાથે જ કેરીઓ પણ લાગી ગઈ છે. ઉનાળા પુર્વે જ આંબાના ઝાડ પર કેરીનું ફળ લાગતા લોકો આશ્ચર્ય અનુભવી રહ્ના છે. આદીત્યનગરમાં રહેતા પરષોત્તમદાસ પરમારનાઓઍ પોતાના ખેતરમાં આંબા પર કેરીઓ લાગેલી જાઈ તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા.
સામાન્ય રીતે ફેબ્રુઆરી માસમાં આંબા પર મહોર સાથે નાની કેરીઓનું ફળ લાગતું હોય છે પરંતુ પરષોત્તમદાસે આંબા પર જાતા મહોરની સાથે કેટલીક મોટી કેરીઓ પણ લાગેલી જાવા મળી હતી. જે રીતે કેરીઓ મોટી થઈ છે. તે જાતા ડિસેમ્બરના મધ્ય ભાગથી આ કેરીઓ લાગી હોવાનું અનુમાન થઈ રહ્નાં છે.
હાલમાં આંબા પર ૫૦ થી વધુ મોટી કેરીઓ જાવા મળી રહી છે. આ ઉપરાંત મહોરની સાથે અનેક નાની કેરીઓ લાગેલી છે. જે ઍકાદ માસમાં મોટી થઈ જશે અને ફેબ્રુઆરી માસના મધ્ય ભાગથી આંબા પરથી કેરીનો ઉતાર શરુ થઈ જશે તેમ લાગી રહ્નાં છે. હાલમાં આંબાના ઝાડ પર વહેલી કેરી આવતા સ્થાનિક લોકોમાં આશ્ચર્ય જાવા મળી રહ્નાં છે.