વડોદરા: પાડોશી રાજયો સહિતના સ્થળોએબર્ડ ફલુનો રોગ વકરતા વિવિધ જિલ્લાઓમાં બર્ડ ફલુના સર્વેલન્સ તથા અટકાયત પગલાં લેવાની કામગીરી કરવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. આ સાથે વડોદરા જિલ્લામાં પણ આવેલ પોલ્ટી ફાર્મ અને બાર્ડ પોલ્હી ખાતે સર્વેલન્સ હાથ ધરવાની સુચના પાલીકાને આપવામાં આવી છે.
પાડોશી રાજય સ્થાનમાં તાજેતરમાં પક્ષીઓના અચાનક મૃત્યુ થવાના કિસ્સાઓ નોંધાયેલ છે તેમજ જિલ્લામાં પક્ષીઓમાં બર્ડ ફલુરોગ જોવા મળેલ છે. રોંગની ગંભીરતા જોતા અહીં પણ સાવચેતીના પગલા લેવા અત્યંત જરૂરી બને છે. વડોદરા જિલ્લામાં આવેલા પોસ્ટ્રી ફાર્મ અને બેક્યાડ પોસ્ટ્રી ધરાવતા વિસ્તારોમાં મરવાના મૃત્યુ અંગે નિયમિત સર્વેક્ષણ કરાવત જણાવાયું છે.
ઉપરાંત જિલ્લામાં ઓલ જંગલ વિસ્તારમાં પક્ષીઓમાં અસામાન્ય કે સામુહીક મરણના કિસ્સા નોંધાયેલા હોય તો ફોરેસ્ટ વિભાગ સાથે મળી સર્વેક્ષણની કામગીરી કરવાની રહેશે.તમામ પોલ્ટી ફાર્મ અને બેક્યર્ડ પોલ્ટી ધરાવતા વિસ્તારોમાં મરવાના સામુહીક મરણા કિસ્સા નોંધાય તો પોસ્ટ્રીમાં કામ કરતા મજુરોના તેમજ બેક્યોર્ડ પોસ્ટ્રી ધરાવતા વ્યકિતઓના કુટુંબીજનોમાં તથા સામાન્ય જનસમુદાય માં એવિયન ઇન્ફલુએન્ઝાના રાંકાસ્પદ ચિન્હો જેવા કે તાવ, માથાનો દુઃખાવો, શરીરનો દુખાવો, પિંડીમાં કળતર, નાક ગળવું, શરદી-ખાંચી, પાણી જેવા ઝાડા આંખો આવવી વિગેરે બાબતો અંગે સર્વેક્ષણ ઘનિષ્ઠ બનાવવાનું રહેશે. જોપોલટ્રી ફાર્મ અને બેક્યોર્ડ પોસ્ટ્રીમાં મરણ થયેલ.
મરવાના મોકલાવેલ અવયવોના સેમ્પલનું નિદાન ભોપાલ હાઇ સિક્યુરીટી એનીમલ ડીસીઝ લેબોરેટરીમાં બર્ડ ફલુ માટે પોઝીટીવ આવે તો પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીના માર્ગદર્શન હેઠળ પક્ષીઓમાં તેમજ માનવ સમુદાયના ઈન્ફલુરોગનું સતત અને સઘન સર્વેક્ષણ કરવું પડશે.
રોગગ્રસ્ત વિસ્તારની આજુબાજુના ૧૦ કી.મી.ના વિસ્તારને સર્તક વિસ્તાર તરીકે જાહેર કરવો પોલ્ટી ફાર્મ તરીકે નિભાવવામાં આવતા તમામ પક્ષીઓના રેકર્ડ વ્યવસ્થીત અને યોગ્ય રીતે નિભાવવા જણાવવામાં આવ્યું છે.