SURAT

સુરત જિલ્લામાં આજથી પાંચ સેન્ટર ઉપર કોરોના વેક્સિન માટે ડ્રાયરન

સુરત: સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન યોજાશે.
સુરત જિલ્લામાં કોરોના વેક્સિન માટે જિલ્લા આરોગ્ય વિભાગે ડેટાબેઝ તૈયાર કર્યા બાદ આગળની કામગીરી શરૂ કરી છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વય જૂથ મુજબ વેક્સિન માટે ડેટા રેડી કરાયા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બીમાર લોકોનો પણ સરવે કરી આંકડા કલેક્ટ કરાયા છે. આવતીકાલે સુરત જિલ્લામાં પાંચ કેન્દ્રમાં સવારથી વેક્સિનેશન ડ્રાયરન યોજાશે. જેમાં બારડોલી સીએચસી, કરચેલિયામાં આંગણવાડી તેમજ સાંધિયેર પીએચસી સહિત હજીરામાં ક્રિભકો હોસ્પિટલ ઉપરાંત માંડવીમાં તરસાડી નગરપાલિકા ખાતે વેક્સિન માટે મોકડ્રીલ યોજાશે.

સુરત ગ્રામ્યમાં મહુવામાં 65 વર્ષિય વૃદ્ધના મોત સાથે મરણાંક 286, નવા પોઝિટિવ 22

સુરત ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે કોરોનામાં મહુવાના એક પાંસઠ વરસની વય ધરાવતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. તેમનાં મોત સાથે જિલ્લામાં કોરોનામાં મરણાંક 286 થયો છે. સુરત જિલ્લામાં સોમવારે વધુ નવા 22 કેસ પોઝિટિવ નોંધાયા છે. તાલુકાવાર જોઇએ તો ચોર્યાસી તાલુકામાં 5, ઓલપાડમાં 3, કામરેજમાં 5, પલસાણામાં 3, બારડોલીમાં 2, મહુવામાં 1, માંડવીમાં 1 તેમજ માંગરોળ અને ઉમરપાડામાં 1-1 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top