SURAT

શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડી યથાવત તાપમાનનો પારો 17.2 ડિગ્રી

સુરત: (Surat) સુરત શહેરમાં આજે સતત ચોથા દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું (Cold) જોર યથાવત રહ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી વધારા સાથે 17.2 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન (Temperature) આંશિક ઘટાડા સાથે ૨૫.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

હવામાન વિભાગના (Weather Department) જણાવ્યા મુજબ અરબ સાગરમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં માવઠાની અસર પણ વર્તાય છે. શહેરમાં આજે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૨૫.૯ ડિગ્રી અને ૧૭.૨ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ૫૦ ટકા ભેજની સાથે સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

રાજ્યમાં કમોસમી વરસાદ સાથે ઠંડીનો ચમકારો – સૌથી વધુ ઠંડી નલિયામાં 4.2 ડિગ્રી

ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. સાથે જ ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. આજે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે 4.2 ડિગ્રી નોંધાઈ હતી. તેવી જ રીતે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલી અપર એર સર્ક્યુલેશન અને ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અનેક સ્થળોએ કમોસમી વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતના હિંમતનગર, મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. એક તરફ ઠંડી અને બીજી તરફ વરસાદને પગલે આ ડબલ ઋતુથી વાતાવરણમાં ઠંડકમાં વધારો થયો હતો.

દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ

હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 12.8 ડિગ્રી., ડીસામાં 11.3 ડિગ્રી., ગાંધીનગરમાં 11.5 ડિગ્રી., વડોદરામાં 15.4 ડિગ્રી., સુરતમાં 17.2 ડિગ્રી., વલસાડમાં 12.0 ડિગ્રી., અમરેલીમાં 10.4 ડિગ્રી., ભાવનગરમાં 14.0 ડિગ્રી., રાજકોટમાં 9.3 ડિગ્રી., સુન્દ્રનગરમાં 11.0 ડિગ્રી., ભુજમાં 9.0 ડિગ્રી. અને નલિયામાં 4.2 ડિગ્રી. ઠંડી નોંધાવા પામી હતી

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top