અથર્વવેદના બારમા કાંડનું પ્રથમ સૂકત પૃથિવી સૂકત તરીકે પ્રસિધ્ધ છે જેમાં પૃથિવી માતા અર્થાત માતૃભૂમિના પ્રત્યે કર્તવ્યનો ઉપદેશ રાજા અને પ્રજાને આપવામાં આવ્યોછે. આ સૂકતના 12મા મંત્રની સૂકિત માતા ભૂમિ:પ ુત્રો અહં પૃથિવ્યા:! એટલે કે ભૂમિ મારી માતા છે અને હું પૃથિવીનો પુત્ર છું.
આનો ભાવાર્થ એ છે કે આ ભૂમિઉપર રહેનાર તેની ઉપર થયેલ અનાજ, વનસ્પતિ, ઔષધિઓ વગેરે દ્વારા જન્મથી મૃત્યુ પર્યંત લાભ ઉઠાવે છે. એમાંથી પોષણ મેળવે છે. મનુષ્ય જ નહિ પશુ-પંખી પણ આ માતૃભૂમિનો લાભ ઉઠાવે છે. હવે પ્રશ્ન થાય છે કે આ ભૂમિ માતા છે તો પિતા કોણ છે? આનું સમાધાન મંત્રના અંતમાં આપવામાં આવ્યું છે. પર્જન્ય: પિતા સ ઉ ન: પિપર્તુ. અર્થાત મેઘ પિતા સમાન છે તે પણ આપણને તૃપ્ત કરે છે.
ભૂમિઉપર જે અનાજ વગેરે ઉત્પન્ન થાય છે તેનો મુખ્ય આધાર મેઘ વરસાદ છે અને આથી તેને પિતાની ઉપમા આપવામાં આવી છે. આ મંત્ર સ્પષ્ટ ઉપદેશ આપે છે કે જે ભૂમિમાં આપનો જન્મ થયો, જયાં આપણું પાલનપોષણ થયું અને જયાં આપણે અંતિમ શ્વાસ લઇને આ સંસારમાંથી અંતિમ શ્વાસ લઇને આ સંસારમાંથી વિદાય લેવાના છીએ એ ભૂમિ એટલે કે માતૃભૂમિની આપણે તન, મન અને ધનથી રક્ષણ કરવું એ આ ભૂમિ પર રહેનાર સર્વેની નૈતિક ફરજ છે.
આજે કેટલાંય સેકયુલરો આ માતૃભૂમિની રક્ષાની વાતને કોમવાદી (કોમ્યુનર) કહી આનો વિરોધ કરે છે એ વાત કેટલી ઉચિત છે તેનો વાચકો સ્વયં નિર્ણય કરે.
ભરૂચ – નાથુભાઇ ડોડિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.