ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત એટીએસના (Gujarat ATS) અધિકારીઓએ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર મહત્વનું ઓપરેશન હાથ ધરીને ચાર શ્રીલંકન જેહાદ્દીઓની ધરપકડ કરી લીધી છે. આ ચારેય ઈસ્લામિક સ્ટેટના જેહાદ્દીઓ ભારતમાં આતંકી હુમલો કરવા માટેની ફિરાકમાં હતા. ચારેય કટ્ટરપંથીઓની પુછપરછના આધારે એટીએસની ટીમ દ્વારા ત્રણ પીસ્તોલ , જીવતા કારતૂસ તથા વાંધાજનક ડોકયુમેન્ટસ, પેન ડ્રાઈવ, ઇસ્લામિક સ્ટેટનો ફલેગ મળી આવતા તે જપ્ત કરી લેવામાં આવ્યા છે.
એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા ચાર જેહાદ્દીઓમાં મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરાન , મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફારિસનો સમાવેશ થાય છે. તેઓ શ્રીલંકાના નાગરિક છે. ગત 2019માં શ્રીલંકામાં થયેલા ઈસ્ટર બોમ્બીંગમાં તેમની સંડોવણી બહાર આવી છે, તેઓ કટ્ટરપંથી સંગઠ્ઠન નેશનલ તૌહીથ જમાતના સભ્યો હતા. ત્યારબાદ તેઓ પાકિસ્તાનમાં રહેલા ઈસ્લામિક સ્ટેટના હેન્ડલર અબુના સંપર્કમાં આવ્યા હતા.
એટીએસના એસપી કે. સિદ્ધાર્થ તથા ડીવાયએસપી કે. કે. પટેલ અને ડીવાયએ,પી એસ એલ. ચૌધરીની ટીમ દ્વારા આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. આ ચારેય ઈસ્લામિક સ્ટેટના જેહાદ્દીઓ કોલંબોથી ફલાઈટ પકડીને ચેન્નાઈ આવ્યા હતા. ચેન્નાઈથી તેઓ સીધા અમદાવાદ આવ્યા હતા. તેઓને અમદાવાદ એરપોર્ટ પર દબોચી લેવામાં આવ્યા છે. તેઓ પાસેથી કુલ 20 કારતૂસો કબ્જે લેવામાં આવી છે. આ ચારેય જેહાદ્દીઓને રિમાન્ડ લેવાની તજવીજ ચાલી રહી છે.
મોબાઈલમાંથી મળી યહુદી, ભાજપ તથા આરએસએસના નેતાઓની હત્યા કરવાની માહિતી
એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા મોહમ્મદ નુસરથના મોબાઈલ ફોનમાંથી યહુદીઓ , ભાજપ તથા આરએસએસના નેતાઓની હત્યા કરવાની વિગતો મળી આવી છે. ભારતમાં મુસ્લિમ સમુદાય પર થઈ રહેલા અત્યાચાર સામે બદલો લેવા આતંકી હુમલાઓ કરવાની વિગતો મળી આવી છે. આ જેહાદ્દીઓ પાસેથી મળી આવેલી પેન ડ્રાઈવમાં શસ્ત્રો અંગેની વિગતો મળી આવી હતી. જે શસ્ત્રો પણ કબ્જે લઈ લેવાયા છે. તેઓ અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે, તેવા પણ પુરાવા હાથ લાગ્યા છે. કેટલાંક સ્થાનો જીઓ કોઓર્ડીનેટસ પણ મળી આવ્યા છે. જે પીસ્તોલ મળી આવી છે તે પાકિસ્તાની આદિવાસી વિસ્તાર ઓથોરિટીની સ્ટીક પણ મળી આવ્યુ છે.
અબુની સૂચના મળે ત્યાં તેઓ આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા
અબુના કહેવાથી તેઓ ઈસ્લામિક સ્ટેટમાં જોડાયા હતા. એટલું જ નહીં પોતે ઈસ્લામિક સ્ટેટ માટે શહિદી વહોરવા પણ તૈયાર હોવાની કબૂલાત કરી છે. અબુના કહેવાથી જ તેઓ અમદાવાદ આવ્યા હતા. ગુપ્ત સ્થાનેથી શસ્ત્રો મેળવીને અબુની સૂચના મળે ત્યાં તેઓ આતંકી હુમલો કરવાની ફિરાકમાં હતા.આ સમગ્ર કાવતરૂ પાર પાડવા માટે અબુએ તેઓની 4 લાખની શ્રીલંકન કરંન્સી પણ આપી હતી. આ શ્રીલંકન ચલણી નોટો અને પીલ્તોલ તથા બહેન ડ્રાઈવ , ઈસ્લામિક સ્ટેટનું સાહિત્ય પણ જપ્ત કરી લેવાયુ છે.