Vadodara

વડોદરા : ટ્રેનમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ ગઠિયો મહિલાનું રુ.2.21 લાખની મતા ભરેલું પર્સ લઈ ફરાર

વડોદરા તા.17
શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતું દં પતિ પટના જવા માટે છાયાપુરી રેલવે સ્ટેશન પરથી એક્સપ્રેસ ટ્રેનમાં ચડ્યું હતું. દરમિયાન ચડતી વખતે કોઈ ગઠિયાએ મુસાફરોની ભીડનો લાભ લઈને મહિલાના બેગમાંથી રુ.2.21 લાખની મતા ભરેલા પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પટના રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરાતા રેલવે પોલીસે ચોરની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં પાર્થ ભૂમિ-2 માં રહેતા
રવિશંકર મહેશ્વરી સિંહ મકરપુરા જીઆઈડીસીમાં
એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેઓએ એપ્રિલ મહિનામાં વડોદરાથી પટના જવાનું હોવાથી અજીમાબાદ એકસપ્રેસ ટ્રેનમાં રીઝર્વેશન કરાવ્યું હતું. 15 એપ્રિલનાં રોજ એન્જિનિયર પત્ની સાથે છાયાપુરી રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસી પટના જવા માટે નીકળ્યા હતા. તેમની પત્નીએ ઘરેથી એક લેડીઝ પર્સમાં મોબાઈલ, એક સોનાનુ મંગલસુત્ર, પાંચ લેડીઝ સોનાની અંગુઠી, ત્રણ કાનના ઝુમખા તથા એક જેન્ટસ અંમુઠી,એક જોડ ચાંદીની પાય૨, સૈડ એક પર્સમાં મૂકી તે પર્સ તેમની પાસેના બેગમાં મૂક્યું હતું. ટ્રેનમાંથી પટના ઉતર્યા બાદ બાદ પત્ની નંદિનીસિંહ પાસેના બેગ ખોલી જોતા સોનાના ચાંદીના દાગીના સહિત રૂ.2.21 લાખની મતા ભરેલું જોવા મળ્યું ન હતું. તેઓ છાયાપુરી રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં બેસવા જતાં પેસેન્જરોની ભીડની તકનો લાભ થઈ કોઈ ગઠીયાએ 2.21 લાખની મતા ભરેલા લેડીઝ પર્સ ની ચોરી કરી લીધી હતી. જેથી તેઓએ પટના રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તે ફરિયાદ વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાતા પોલીસે ગઠીયાની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top