સુરતની લોકસભાની સીટ કાવાદાવા, ભ્રષ્ટાચાર, ધાકધમકી અને પ્રચારનો હાથો બનાવવા ભાજપે કરેલા કારનામાઓને કારણે કુખ્યાત થઈ ગઈ છે. કાલે મૂછે તાવ દઈ સુરતના આ સાંસદ છાતી ફુલાવીને પાંચ બુદ્ધિજીવીઓમાં એમ કહી શકે તેમ નથી કે પોતે સુરતના સાંસદ છે. જે સ્થાને તમે ગમે તેવા કાવાદાવા પૈસાના સાથમાં કરી ગયા તેના ભવિષ્યનાં વમળોનો તમને કે એ ઉમેદવારને ખ્યાલ જ લાગતો નથી. તેને તો માત્ર પાર્લામેન્ટમાં જવું હતું જ્યાં અનેક અપરાધીઓ બેઠા છે, એકનો વધારો થાય, તો દેશને બહુ ફરક પડતો નથી!
ઘણા દેશોના સમાચાર આપણે જોયા જેમાં અમુક રાજનીતિઓની મિડીયા તેમજ સમાજમાં તરફેણ થતી હતી પરંતુ એ ઊંચા સંસ્કારવાળા રાજનીતિજ્ઞોએ આવી શક્યતાનો ઈન્કાર કરેલો કહેતા ‘‘ભાઈ મને બહુમતી સાંસદોનું સમર્થન લાગતું નથી, માટે વડા પ્રધાન બનવું નથી. આવું તાજેતરમાં પાકિસ્તાનમાં જોવા મળેલું. ઉંબરે આવીને ઊભેલી રાજસત્તાને એ લોકોએ ઠોકર મારેલી, કારણ તેમણે ‘રાજકારણ’ સાથે ‘નીતિમત્તા’’ જોડી દીધેલી, જો કારણે એવાં લોકો ‘‘રાજ-નીતિ’’ કહેવાય છે. એનાથી ઊંચી સંસ્કૃતિ ધરાવનાર, સમાજને યોગ્ય દિશામાં દોરવનારા જ્યારે વડા પ્રધાન બને છે ત્યારે એ ‘‘રાજપુરુષ’’ સ્ટેટસમેન ગણાય છે.
મોદીનો આવા આભામંડળ ગેલેક્સીમાં કોઈ કલાસ નથી. તેનાં ઉચ્ચારણો જુઓ, કામ જુઓ, રજવાડાઓમાં એવા વજીરો હતા જેને કારણે એ રાજવીઓની પ્રતિભા બની, ધરમપુરના વજીર, ગોંડળના વજીર, ભાવનગરના વજીર યાદ આવે તેવા ઊંચા હતા. વડોદરાના ગાયકવાડ અભણ હતા પરંતુ તેમણે આંબેડકરની પ્રતિભા ઉજળી બનાવી. જીવરાજ મહેતા, બળવંત મહેતા, હિતેન્દ્ર દેસાઈ, બ્રાહ્મણ વર્ણના હતા અને સમગ્ર સમાજના બની ગયા. આ ચાલુ વડા પ્રધાન ઓબીસી વર્ણમાંથી આવે છે, જે ઓબીસી આજે સૌથી વધુ 28 ટકા અનામત ભોગવે છે તેને એસસી-એસટીની અનામત આંખમાં ખૂંચે છે. પહેલાં તમારી 28 ટકા અનામત નાબૂદ કરો પછી બીજી વાત પણ તમારી ભાષા અને કરણિ સુધારો કમસેકમ તેને સરપંચની કક્ષાએ તો લાવો.
સુરત – ભરત પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.